Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

એકતા કપૂરની સાઇકોલોજિકલ થ્રીલર ફિલ્મ મેન્ટલ હૈ ક્યાનું શૂટિંગ પૂર્ણ

મુંબઈ:ફિલ્મ સર્જક એકતા કપૂર અને શૈલેશ સિંઘની કર્મા મિડિયાની સાઇકોલોજિકલ થ્રીલર ફિલ્મ મેન્ટલ હૈ ક્યાનું શૂટિંગ પૂર્ણ થયું હોવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. બબ્બે નેશનલ એવોર્ડ વિજેતા કલાકારો કંગના રનૌત અને રાજકુમાર રાવ એમાં મુખ્ય ભૂમિકા કરી રહ્યાં છે. આ ફિલ્મની જાહેરાત થઇ અને પોસ્ટર રજૂ થયું ત્યારથી એણે સારી એવી ઉત્કંઠા જગાડી હતી. કંગનાએ બંને આંખો નાકની તરફ એક કરીને પોઝ આપ્યો હતો જ્યારે રાજકુમાર રાવે કપાળ પર સળગતી સિગારેટ ચાંપીને પોઝ આપ્યો હતો.  એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા તેમના ટ્વીટર હેન્ડલ પર આ બંને મુખ્ય કલાકારોએ રોમાન્ટિક પોઝ આપ્યો હતો. બાલાજીએે જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ અમે પૂર્ણ કર્યું હતું.

(5:13 pm IST)