Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મધુબાલા પર બનવા જઈ રહી છે બાયોપિક

મુંબઈ: બોલીવુડમાં અત્યારના સમયમાં બાયોપિક વધુ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ વધુ કરી રહ્યા છે ત્યારે બોલીવુડની પ્રસિદ્ધ અદાકારા મધુબાલાના જીવન પર આધારિત ફિલ્મ બનવા જઈ રહી છે મધુબાલાની નાની બહેન મધુર બૃજ ભૂષણે આ બાયોપિક બનાવવાની માહિતી આપી છે. એક સમાચારપત્ર સાથે વાતો કરતા જણાવ્યું કે ઘણા ફિલ્મમેકર્સ સાથે આ આઈડિયા પર વાત થઇ છે અને તેનો દ્વારા ફિલ્મ બનાવવા પર પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે પણ હજુ સુધી કોઈ નિર્દેશક નક્કી કરવામાં આવ્યો નથી. હું એક સલાહકાર તરીકે આ ફિલ્મમાં કામ કરીશ. ફિલ્મમાં મધુબાલાના ફિલ્મીkeriyr અને પરદા પાછળની જિંદગીની વાતો રજૂ કરવામાં આવશે.  મધુબાલાના ઉતાર ચઢાવની વાતો રજૂ કરવામાં આવશે. નિર્દેશ નક્કી થઇ જતા જ ફિલ્મના સ્ટારકાસ્ટની વાત જણાવવામાં આવશે.

(5:11 pm IST)