Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ઋત્વિક રોશને ભંસાલીની ફિલ્મ ફગાવી

મુંબઇ: સામાન્ય રીતે સંજય લીલા ભણશાલી સાથે કામ કરવા મોટા ભાગના બોલીવૂડ એકટર્સ રાજી હોય છે. પરંતુ હૃતિક રોશને ભણશાલીની ફિલ્મમાં કામ કરવાની ઓફર ફગાવી દીધી છે. જોકે જુનિયર રોશને માટે કોઇ કારણ આપ્યું નથી. 'પુલિમરગન મલયાલમ ફિલ્મ ૨૦૧૬માં રીલિઝ થઇ હતી જેમાં મોહનલાલે ઉત્તમ અભિનય કર્યો હતો. એક એકશન એડવેન્ચર ફિલ્મ હશે. મૂળ ફિલ્મમાં દીપડો ગામડાના રહેવાસીઓનો શિકાર કરે છે જેની ચુંગલમાંથી મોહનલાલ ગામવાસીઓને બચાવે છે. જોકે ફિલ્મની સત્તાવાર ઘોષણા હજી કરવામાં આવી નથી. સંજય લીલા ભણશાલી મલાયલમ ફિલ્મમાં મોહનલાલે ભજવેલું પાત્ર હૃતિક કરે તેવી ઇચ્છા હતી. એક એકશન પેક રોલ છે. જોકે હૃતિકે ફિલ્મમાં કામ કરવાનો નનૈયો ભણ્યો છે. ફિલ્મ્ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, '' ભણશાલી ઇચ્છતા હતા કે રોલ હૃતિક રોશન ભજવે. તેથી તેમણે અભિનેતાનો સંપર્ક કર્યો હતો. પરંતુ હૃતિકે કોઇ પણ કારણ આપ્યા વગર ફિલ્મ રિજેક્ટ કરી દીધી. તેથી ભણશાલી હવે પાત્રને યોગ્ય ન્યાય આપી શકે તેવા અભિનેતા શોધી રહ્યા છે. ફિલ્મમાં માનવભક્ષી દીપડાની સાથેસાથગ્દાણચોરી, ડ્રગ એડિકશન જેવી વાતોને પણ વણવામાં આવી છે. ફિલ્મનું દિગ્દર્શન સંજય લીલા ભણશાલી કરશે કે પછી મલાયમ ફિલ્મના દિગ્દર્શકને આની બાગડોર સોંપવામાં આવશે તેનો નિર્ણય પણ હજી લેવામાં આવ્યો નથી.

(6:01 pm IST)