Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

દિશાને વધુ એક મોટી ફિલ્મ મળી

દિશા પટાની પાસે ફિલ્મોની લાઇનો લાગી ગઇ છે. બાગી-૨ પછી હવે સલમાન ખાન અને પ્રિયંકા ચોપડા સાથેની ફિલ્મ 'ભારત' પણ મળી ગઇ છે. તો હવે રિતીક રોશન સાથે પણ એક ફિલ્મ મળી છે. રોહિત ધવનની એક ફિલ્મ માટે રિતીકને લેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે દિશાની પસંદગી થઇ છે. આ ફિલ્મનું નિર્માણ સાજીદ નડિયાદવાલા કરશે. તેણે જ દિશાના નામનું સુચન કર્યુ છે. રોહિત હાલમાં સ્ક્રિપ્ટ તરીકે કામ કરી રહ્યો છે. જે ફાઇનલ થતાં હિરોઇન પણ ફાઇનલ થઇ જશે. હાલમાં દિશા સાથે વાત ચાલી રહી છે. રિતીક પણ હાલમાં સુપર-૩૦ના કામમાં વ્યસ્ત છે. એ પછી ટાઇગર શ્રોફ સાથે પણ યશરાજ બેનરની ફિલ્મ રિતીક કરશે. ૨૦૧૯માં સાજીદની ફિલ્મ શરૂ થઇ શકશે.

(9:00 am IST)