Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ઇ પીપલ્સ ચોઇસ વોર્જસ ૨૦૧૯'ના નોમિનેશનની યાદી જાહેર : મોસ્ટ ઇસ્પાયરિંગ વુમન એવોર્ડ ' માટે આલિયા ભટ્ટને સહીત 7 લોકોને સ્થાન

ઓનલાઇન વોટિંગ ૧૮ ઓકટોબર સુધી ચાલશે.તેમજ વિનરનું નામ ૧૦ નવેમ્બરએ જાહેર થશે

મુંબઈ : ઇ પીપલ્સ ચોઇસ વોર્જસ ૨૦૧૯'ના નોમિનેશન યાદીની ઘોષણા થઇ ગઇ છે. જેમાં ભારતીયો માટે એક સારા સમાચાર છે. ' મોસ્ટ ઇસ્પાયરિંગ વુમન એવોર્ડ ૨૦૧૯' માટે આલિયા ભટ્ટને સાત અન્ય લોકો સાથે નોમિનેટ કરવામાં આવી છે. પોતાની બહેતરીન અદાકારીથી લોકોના દિલ પર રાજ કરનારી આલિયા એક માત્ર ભારતીય છે.

અન્ય નોમિનેટ થનારાઓ અવેનજર્સ એંડગેમ, ગેમ ઓફ થ્રોન્સ સમેત ફિલ્મ, ટીવી, મ્યુઝિક અને પોપ જગતની જાણીતી વ્યક્તિઓ છે. ઓનલાઇન વોટિંગ ૧૮ ઓકટોબર સુધી ચાલશે.તેમજ વિનરના નામની ઘોષણા ૧૦ નવેમ્બરના કરવામાં આવશે. આલિયાએ બહુ ઝડપથી બોલીવૂડમાં લોકપ્રિયતા મેળવી છે.

(1:41 pm IST)