Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

રાહિલ અને એરિના વેબ સિરિઝમાં

સ્ટાર પ્લસના ફેન્ટસી ડ્રામા શો હાતિમતાઈના રોલથી જાણીતો થયેલો મોડેલ અને ટેલિવિઝન એકટર રાહિલ આઝમ વેબ-સિરીઝ 'ગેમ્સ ઓફ કર્મા'માં જોવા મળશે. આ સિરિઝમાં તેની સાથે ટીવી શો 'મુસ્કાન' ફેઇમ એરિના ડે પણ છે. રાહિલ અને અરિના અગાઉ 'લાલ ઇશ્ક' માં સાથે કામ કરી ચુકયા છે. આ બંનેની જોડી મેકર્સને પસંદ પડી હતી. આથી હવે રાહિલ અને અરિના ફરી પાછાં સાથે આવી રહ્યાં છે. મહેતિક પ્રોડકશન્સ નિર્મિત અને પ્રવીણ હિંગોરિયા દિગ્દર્શિત વેબ-સિરીઝ ગેમ્સ ઓફ કર્મા જાણીતા ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થશે. જેમાં દરેક એપિસોડની વાર્તા જુદી-જુદી હશે. એમાંના એક એપિસોડમાં રાહિલ અને એરિના સાથે જોવા મળશે. એન્ડ ટીવી પર આવતા હારર-રોમાન્ટિક શો લાલ ઇશ્કની જેમ અહીં પણ મેકર્સ બંનેની લવ સ્ટોરી-કેમિસ્ટ્રી દર્શાવવાનો પ્રયત્નકરશે. અરિના અગાઉ બંગાળી ફિલ્મો કરી ચૂકી છે. રાહિલે હાતિમ ઉપરાંત એક ટુકડા ચાંદ કા, કહીં કિસી રોઝ અને ભાભી સહિતની સિરિયલ કરી છે.

(10:04 am IST)