Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

અમે એક બીજાને સારી રીતે જાણી શકયા છીએઃ પુલકિત

અભિનેતા પુલકિત સમ્રાટ અને અભિનેત્રી ક્રિતી ખરબંદાના અફેરથી સોૈ કોઇ વાકેફ છે. આ બંને કલાકારો પોતાની રિલેશનશીપને બધાની સામે સ્વીકારી ચુકયા છે. પુલકિતે કહ્યું હતું કે પરદા પર તેની સહઅભિનેત્રી ક્રિતી સાથેની તેની કેમિસ્ટ્રીનું રહસ્ય તેની ગાઢ દોસ્તીનું રહસ્ય છે. મને લાગે છે કે અમે સોૈથી સારા અને ખુબ નજીકના મિત્રો છીએ. આ કારણે જ અમારી જોડી પરદા પર સહજતાથી રજૂ થઇ શકે છે.  પુલકિતે આગળ કહ્યું હતું કે લોકડાઉનમાં અમને કેટલીક સારી પળો વિતાવવાનો સમય મળ્યો હતો. અમે એક બીજાને ખુબ સારી રીતે જાણી શકયા છીએ. પુલકિત અને ક્રિતી  ખરબંદાએ વીરે દી વેડીંગ અને પાગલપંતિ જેવી ફિલ્મો સાથે કરી છે. હવે ફરીથી આ બંનેની જોડી બેજોય નાંબીયારની ફિલ્મ તૈશમાં જોવા મળવાની છે. નવી દિલ્હીમાં જન્મેલી ક્રિતીએ હિન્દી ઉપરાંત કન્નડ અને તમિલ ફિલ્મો પણ કરી છે. ૨૦૦૯માં તેણે તેલુગુ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. બોલીવૂડ કરતાં પણ વધુ ચાહકો તેના સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં છે. જો કે હવે બોલીવૂડમાં પણ તેણે નામના મેળવી લીધી છે.

(10:04 am IST)
  • વોડાફોન - આઈડિયા કંપની, નાણાકીય વર્ષ 2020 માં, કોઈપણ ભારતીય કંપની દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ નુકસાન કરનારી કંપની બની : વર્ષ 2020 માં અધધધ 73,878 કરોડ રૂપિયા નું નુકશાન કર્યું હોવાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે access_time 2:11 pm IST

  • મહારાષ્ટ્રની સરકારી ઓફીસોમાં મરાઠી ભાષા ફરજીયાત બનાવાઇ : કર્મચારીઓને કામકાજમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવો પડશેઃ આદેશનું પાલન ન કરનાર સામે ઇન્ક્રીમેન્ટ પર લાગશે રોકઃ ઓફીસોમાં પત્ર વ્યવહાર માટે પણ મરાઠી ભાષાનો જ ઉપયોગ કરવા આદેશ access_time 2:49 pm IST

  • આમિરખાનના પરિવારજનોના કોરોના ટેસ્ટ થયા : ઘરમાં ૭ને કોરોના વળગ્યા પછી કુટુંબીજનોના ટેસ્ટઃ માતાનો ટેસ્ટ નેગેટીવ આવ્યોઃ બીજાના ટેસ્ટના રીઝલ્ટ જાણવા મળતા નથી access_time 4:21 pm IST