ફિલ્મ જગત
News of Wednesday, 1st July 2020

અમે એક બીજાને સારી રીતે જાણી શકયા છીએઃ પુલકિત

અભિનેતા પુલકિત સમ્રાટ અને અભિનેત્રી ક્રિતી ખરબંદાના અફેરથી સોૈ કોઇ વાકેફ છે. આ બંને કલાકારો પોતાની રિલેશનશીપને બધાની સામે સ્વીકારી ચુકયા છે. પુલકિતે કહ્યું હતું કે પરદા પર તેની સહઅભિનેત્રી ક્રિતી સાથેની તેની કેમિસ્ટ્રીનું રહસ્ય તેની ગાઢ દોસ્તીનું રહસ્ય છે. મને લાગે છે કે અમે સોૈથી સારા અને ખુબ નજીકના મિત્રો છીએ. આ કારણે જ અમારી જોડી પરદા પર સહજતાથી રજૂ થઇ શકે છે.  પુલકિતે આગળ કહ્યું હતું કે લોકડાઉનમાં અમને કેટલીક સારી પળો વિતાવવાનો સમય મળ્યો હતો. અમે એક બીજાને ખુબ સારી રીતે જાણી શકયા છીએ. પુલકિત અને ક્રિતી  ખરબંદાએ વીરે દી વેડીંગ અને પાગલપંતિ જેવી ફિલ્મો સાથે કરી છે. હવે ફરીથી આ બંનેની જોડી બેજોય નાંબીયારની ફિલ્મ તૈશમાં જોવા મળવાની છે. નવી દિલ્હીમાં જન્મેલી ક્રિતીએ હિન્દી ઉપરાંત કન્નડ અને તમિલ ફિલ્મો પણ કરી છે. ૨૦૦૯માં તેણે તેલુગુ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. બોલીવૂડ કરતાં પણ વધુ ચાહકો તેના સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં છે. જો કે હવે બોલીવૂડમાં પણ તેણે નામના મેળવી લીધી છે.

(10:04 am IST)