સમાચાર ફટાફટ

કેપટાઉન વન-ડેમાં સાઉથ આફ્રિકા સામે 124 રને ભારતનો શાનદાર વિજય : ભારત 3-0થી સીરીઝમાં આગળ: (12:02 am IST)

સંજય દત્ત અને માન્યતા દત્તે તેમના લગ્નજીવનના 10 વર્ષ પુરા કર્યા છે અને આ ખુશીમાં તેમણે પોતાના પરિવાર અને અંગત મિત્રો સાથે પાર્ટી સેલીબ્રેટ કરી હતી. પાર્ટીની આ તસ્વીરને સંજયની પત્ની માન્યતા દ્વારા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે, જેમાં તેઓ પરિવાર અને મિત્રો સાથે નજરે પડે છે.: (11:34 pm IST)

એશિયાના સૌથી મોટા વ્યૂહાત્મક એરબેસ પરથી ફ્રાન્સની વાયુસેનાના પ્રમુખે ભારતમાં નિર્માણ પામેલા ફાઈટર જેટ તેજસથી ઉડ્ડયન કર્યું હતું. રાજસ્થાનના જોધપુર એરબેસ પરથી ફ્રાન્સના એર ચીફ માર્શલ આંદ્રે લેનાટોએ કો-પાયલટ તરીકે ભારતમાં નિર્મિત ફાઈટર જેટ તેજસમાં ઉડાણ કર્યું હતું.: (7:37 pm IST)

કેરળમાં આવતા બે દિવસ માટે હળવાથી-મધ્યમ વરસાદની આગાહી: (6:00 pm IST)

કાશ્મીરમાં આતંકીઓ બન્યા બે ફામઃ ગઇકાલે મોડી સાંજે પુલવામાના રાજપોરા પોલીસ સ્ટેશન પર કર્યું અંધાધુંધ ફાયરીંગઃ હોસ્પીટલમાંથી આતંકીને છોડાવવાની ઘટના બાદ એક જ દિવસમાં બીજીવાર પોલીસ ઉપર હુમલો: (3:47 pm IST)

ફિલીપાન્સ સરકારે તસ્કરી કરી લાવેલ લકઝરી કારનો કૂરચો બોલાવ્યો : ફિલીપાન્સમાં રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટર્ટેની સરકરે કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરેલ બે ડઝનથી વધુ પોર્શા, મર્સિડીઝ, જગુઆર જેવી સ્પોર્ટસ અને લકઝરી કારને કચડાવી નાખી : સામાન્ય રીતે સરકાર જપ્ત કરેલી કારની નક્કિ કરેલ પ્રક્રિયા અનુસાર નિલામી કરે છે : ગયા વર્ષે ફિલીપાન્સ સરકારે રૂ.૧૮ કરોડની કિંમતના વાહનો જપ્ત કર્યા હતા: (3:31 pm IST)

જશોદાબેનને રાજસ્થાનમાં અકસ્માતઃ રાજસ્થાનના કોટા હાઇવે ઉપર અકસ્માતઃ ડ્રાઇવરનું મોતઃ લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે બની ઘટનાઃ માથામાં ઇજાઃ હોસ્પિટલમાં સારવાર ચાલું: (3:16 pm IST)

ચુંટણી પંચનો સ્પે. ઓર્ડર..એક માસનો વધારાનો પગાર મળશેઃ ર૦૧૭ ની વિધાનસભા ચુંટણીમાં ખાસ રોકાયેલ અને ઓર્ડર જેનો ચુંટણી માટે થયો હતો તેવા તમામ નાયબ મામલતદાર-મામલતદાર-ડે.કલેકટર-કલેકટરને ડીસેમ્બર માસનો એક વધારાનો ખાસ પગાર-મોંઘવારી ભથ્થું મળશેઃ પરીપત્ર આવી ગયો: (11:38 am IST)

રાજસ્થાન હાઇકોર્ટે ફિલ્મ 'પદ્મવત'ને આપ્યું ગ્રીન સિગ્નલ : રાજ્ય સરકારને ફિલ્મ રીલીઝ કરાવવા માટે આપ્યો આદેશ.: (11:33 pm IST)

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે 5 રાજ્યોની હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂંક કરી છે, જેમાં કેરળ, કર્ણાટક, ત્રિપુરા, મણિપુર અને મેઘાલયનો સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટના જજ અભિલાષા કુમારીની મણિપુર હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિમણુક કરવામાં આવી છે.: (7:23 pm IST)

અંતે પુરૂષોત્તમ સોલંકીઅે ધારાસભ્યપાદના શપથ ગ્રહણ કર્યાઃ ભાજપ સરકારને હાશકારો થયોઃ મત્સ્યદ્યોગ ખાતાના પ્રધાન છે: (6:01 pm IST)

બેંગ્લુરૂમાં પણ વરસાદી ઝાપટાની આગાહી: (6:00 pm IST)

ઇમ્ફાલમાં આસામ રાઇફલ્સના કેમ્પ ઉપર ત્રાસવાદીઓ ત્રાટકયાઃ ૧૧ જવાનો ઘાયલ : મણીપુરની રાજધાની ઇમ્ફાલમાં તૈનાત આસામ રાઇફલ્સના ટ્રાન્ઝીટ કેમ્પમાં આજે સવારે એક પછી એક બે વિસ્ફોટો થયા, જેમાં ૧૧ જવાનો ઘવાયા છે. ઉગ્રવાદિઓએ પ્રશ્ચિમ ઇમ્ફાલમાં ખુમાન લંપક મુખ્ય સ્ટેડિયમ પાસે આ વિસ્ફોટો થયેલ. કોઇ આતંકી જુથોએ હજુ સુધી હુમલાની જવાબદારી મળી નથી.: (3:47 pm IST)

RBIના દરોમાં કોઈ પરિવર્તન નહીં, લોનની EMI ઘટશે નહીં : મુંબઈમાં ચાલી રહેલી રિઝર્વ બેન્કની નાણાંકીય સમિતિની બેઠક બાદ લેવાયો નિર્ણય : રિટેલ મોંઘવારી નવેમ્બર 2017માં 4.88 ટકા તથા ડિસેમ્બર 2015માં 3.41 ટકા પર હતી: (3:36 pm IST)

સુપ્રીમ કોર્ટે ગોવાની તમામ ૮૮ લોખંડની ખાણોના ખોદકામના લાયસન્સ રદ કર્યા : કોર્ટે રાજ્યને નવી ખોદકામ નીતિ હેઠળ ખાણોની ફાળવણી કરવા અને પર્યાવરણીય મંજૂરી લાવ્યા બાદ બીજીવાર ખોદકામ શરૂ કરવા જણાવ્યું : કોર્ટ અનુસાર, આ બધી ખાણોમાંથી માત્ર ૧૫ માર્ચ સુધી જ ખોદકામ કરી શકાશે: (3:30 pm IST)

મહેસાણામાં ધારાસભ્યના કાર્યાલય પર તોડફોડના મામલે કોર્ટમાં હાર્દિક અને લાલજી પટેલની હવે ૨૮મીએ સુનાવણીઃ ધારાસભ્યની જુબાની રાયોટીંગના ગુનાની કરાઇ હતીઃ કોર્ટમાં કાર્યવાહીમાં બે અરજીઓ મંજૂર: (2:12 pm IST)

અંકલેશ્વરના માંડવા ગામમાં બે જૂથ વચ્ચે થઈ અથડામણ : જમીનના જુના ડખ્ખામાં થઈ જૂથ અથડામણ : બે બાઈક સળગાવાયા : ઘરોમાં થઈ તોડફોડ: (9:31 am IST)

જામનગરના નામચીન ઇકબાલ ઉર્ફ બાઠીયા પર રાજકોટમાં તેના મિત્રના પુત્રએ જ ફિલ્મી ઢબે આંતરી ફાયરીંગ કર્યા: વાહન લે-વેંચનો ધંધાર્થી મિત્ર ઇકબાલભાઇને દારૂ પીવડાવતો હોઇ તે તેના પુત્ર સાદીકને ન ગમતાં ડખ્ખો થયો'તોઃ બે માસ પહેલા સાદીક અને તેના મિત્રો પર બાઠીયાએ ફાયરીંગ કરતાં મનદુઃખ ચાલતુ'તું: એ ગુનામાં ગત સાંજે રાજકોટ જેલમાંથી છૂટી મિત્રો સાથે કારમાં જામનગર જવા નીકળ્યો ત્યાં જ ઘંટેશ્વર પાસે ઢાળી દેવા ભડાકા કરાયા પણ બચી ગયોઃ ત્રણ કારમાં ભાગેલા સાદીક બુચડ, રજાક ઉર્ફ સોપારી, હુશેન, અમીન નોટીયાર અને ૮ અજાણ્યા શખ્સોને શોધવા રાત્રે જ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટૂકડીઓ જામનગર દોડી ગઇ.. (11:50 am IST)

સોમનાથમાં બનશે અતિઆધુનિક કક્ષાનું લેઉવા પટેલ અતિથિ ભવન: જાણીતા ઉદ્યોગપતિ તુલસીભાઈ તંતીના હસ્તે ભૂમિપૂજન : નરેશભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર આયોજનઃ રવિવારે ભૂમિપૂજન - દાતાઓનું સન્માન : ૧૦મીએ સાંજે અને ૧૧મીએ સોમનાથદાદાને ધ્વજારોહણઃ બે તબક્કામાં બાંધકામ પૂર્ણ થશે, પ્રથમ ચરણમાં રૂમ, બેન્કવેટ હોલ, ડોરમેટ્રી હોલ અને ભોજનાલય બનશેઃ બીજા તબક્કામાં કલબ હાઉસ, થિયેટર, સ્વીમીંગ પુલ સહિતની સુવિધા ઉભી કરાશેઃ કેશુભાઈ પટેલ - મનસુખભાઈ માંડવીયા - પ્રફુલભાઈ પટેલ - જીતુભાઈ વાઘાણી - સિદ્ધાર્થભાઈ પટેલ - જયેશભાઈ રાદડીયા - ધનસુખભાઈ ભંડેરી - પરેશભાઈ ધાનાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશેઃ ૧૧મીએ બપોરે ૧ કલાકથી ભાતીગળ લોકડાયરો, જાણીતા કલાકાર અલ્પાબેન પટેલ, બ્રીજરાજદાન ગઢવી, યોગીતાબેન પટેલ અને સુખદેવભાઈ ધામેલીયા રમઝટ બોલાવશે.. (11:42 am IST)

અકિલા સોશ્યિલ મીડિયા