Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૮/ર/ર૦૧૮ ગુરૂવાર
મહા વદ-૮
અષ્ટકા શ્રાદ્ધ, જાનકી-ગીતા જયંતિ, વિંછુડો પ્રારંભ ૭-૪૭,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-તુલા
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-તુલા
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૪
સૂર્યાસ્ત-૬-૩૮
જૈન નવકારશી-૮-૧ર
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
૭-૪૭ થી વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-વિશાખા
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-ર૪ થી શુભ-૮-૪૯ સુધી,
૧૧-૩૭ થી ચલ-લાભ-અમૃત-
૧પ-પ૦ સુધી, ૧૭-૧૪ થી શુભ-અમૃત-ચલ-ર૧-પ૦ સુધી,
શુભ હોરા
૭-ર૪ થી ૮-ર૦ સુધી,
૧૦-૧૩ થી ૧૩-૦૧ સુધી,
૧૩-પ૭ થી ૧૪-પ૪ સુધી,
૧૬-૪૩ થી ૧૯-૪ર સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓને નંગ પહેરવાનો શોખ હોય છે તો ઘણી વ્યકિત ગળામાં કે હાથ ઉપર કાંડામાં રૂદ્રાક્ષ ધારણ કરે છે. અહીં રૂદ્રાક્ષ વિશે થોડુ તમોને જણાવું કે વાંચકો એવું વિચારશે કે કુમાર ગાંધી તો નંગ પહેરવાથી ફાયદો થાય તેવું માનતા નથી પણ અહીં વાંચકોને જણાવ્યું કે થોડી ધીરજ કેળવો અહીં નંગ બાબત નહીં પણ રૂદ્રાક્ષ બાબતની જાણકારી આપવાની છે. જોકે ભવિષ્યમાં નંગ અને હીરા માણેક શું છે અને તેની ઉપયોગીતા શું છે તે બાબત પણ હું વાંચકોને ચોક્કસ જણાવીશ- હાલ રૂદ્રાક્ષ બાબત રૂદ્રાક્ષના જન્મદાતા ભગવાન શિવ છે તેવું મનાય છે. રૂદ્રનો અર્થ શિવ અને અક્ષરનો અર્થ અક્ષ એટલે આંખ થાય છે. રૂદ્રા બે ફળ બને ફુલ બન્ને છે.