Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

એન્ડ્ર્યુ બાલબર્ની બન્યો આર્યલેન્ડના ટી-૨૦ ટીમના કેપ્ટન

બાલબર્ની હવે આર્યલેન્ડ માટે ત્રણે પ્રારૂપોમાં કેપ્ટનપદ સંભાળશે

મુંબઈ : એન્ડ્ર્યુ બાલબર્નીને આયર્લેન્ડની ટી-૨૦ ટીમના કેપ્ટન તરીકે નિમણુક કરવામાં આવ્યા છે. તેમને ગૈરી વિલ્સનની જગ્યાએ નવા કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તેની સાથે જ એન્ડ્ર્યુ બાલબર્ની હવે આર્યલેન્ડ માટે ત્રણે પ્રારૂપોમાં કેપ્ટન બની ગયા છે. આ અગાઉ તેમને વિલિયમ પોર્ટરફિલ્ડની જગ્યાએ ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન બનાવવમાં આવ્યા હતા.

 આર્યલેન્ડ ટીમના મુખ્ય કોચ ગ્રાહમ ફોર્ડે જણાવ્યું છે કે, છેલ્લા ૧૮ મહીનાથી ગૈરી વિલ્સન ટી-૨૦ ની કેપ્ટનશીપ ઘણી સારી રીતે કરી રહ્યા હતા. આ તેમના જ અનુભવ અને લીડરશીપની પરિણામ હતું કે, આર્યલેન્ડ શાનદાર પ્રદર્શન કરતા ટી-૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલીફાઈ કર્યું હતું. તેમને ટીમની જરૂરતને સમજી અને નવા કેપ્ટનના રૂપમાં એન્ડ્ર્યુ બાલબર્નીને સંપૂર્ણ સહયોગ આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

   ગૈરી વિલ્સને ૨૬ મેચમાં કેપ્ટનશીપ કરી, જેમાંથી આયર્લેન્ડે ૧૨ મેચ જીતી અને ૧૩ માં હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૬ માં પાપુઆ ન્યુ ગીની સામે તેમને પ્રથમ વખત કેપ્ટનશીપ કરી હતી અને ૨૦૧૮ માં તેમને ફૂલ ટાઈમ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.

  વિલ્સને જણાવ્યું છે કે, મેં બાળપણમાં આયર્લેન્ડની કેપ્ટનશીપ કરવાનું સપનું જોયું હતું અને તે પૂરુ થયું. એક ખેલાડી તરીકે મેં ટીમમાં યોગદાન આપવા માટે ઉત્સાહિત છુ અને એન્ડ્ર્યુ બાલબર્ની સાથે મળી ટીમને આગળ લઇ જવાનો પ્રયત્ન કરીશ. મને લાગે છે કે, તે એક શાનદાર કેપ્ટન સાબિત થશે.

(7:20 pm IST)
  • ૧ વર્ષમાં ૬.૯ થી -૧ થઇ ગયો મેન્યુફેકચરીંગ સેકટરનો ગ્રોથઃ કૃષિ અને વિજળી ઉત્પાદન પણ પ૦% ઘટયું : દેશની અર્થ વ્યવસ્થામાં ઘટાડા-મંદીનો દોર ચાલુ છેઃ વિકાસદર ૪.પ ટકા જાહેર થયો છે જે ૬ વર્ષના તળીયે છેઃ અર્થતંત્ર આઇસીયુ માં રહેતા દેશના મેન્યુફેકચરીંગ સેકટરની માઠી થઇ છેઃ ગત નાણાકીય વર્ષમાં આ સેકટરની ગ્રોથ ૬.૯ ટકા હતી જે વર્તમાન નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં ઘટીને માઇનસર ૧.૦ થઇ ગઇ છેઃ બેકારી જવાબદાર છેઃ આ સિવાય કૃષિ, મત્સ્ય પાલન, ઇલેકટ્રીસીટી, સર્વિસ સેન્ટર, કન્સ્ટ્રકશન સેકટરમાં પણ ઘટાડો નોંધાયો છે. ગયા મહિને સપ્ટે.માં પાયાના ૮ ઉદ્યોગોનું ઉત્પાદન વાર્ષિક આધાર પર પ.૧ ટકા ઘટયું છે જે ૧ દાયકાનું સૌથી સુસ્ત છે. ઉદ્યોગોમાંથી ૬ કોલસો, ક્રુડ તેલ, કુદરતી ગેસ, સીમેન્ટ, સ્ટીલ, વિજળી સેકટરમાં ઘટાડો નોંધાયો છે. access_time 3:45 pm IST

  • લોકરક્ષક ભરતી બોર્ડનું પરિણામ જાહેર : 8, 135 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર : 7618 LRD અને 517 જેલ સિપાહીની યાદી જાહેર access_time 1:03 am IST

  • રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાનો મામલો : રાજકોટ પોલીસને મળી સફળતા : બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્શની ધરપકડ : રાજકોટ પોલીસની અલગ અલગ 10 ટીમો કામે લાગી હતી : 20થી વધુ શંકમંદોની પૂછપરછ કરાઈ હતી : આરોપી કોણ સહિતની તમામ માહિતી પોલીસ કમિશનર પત્રકાર પરિષદમાં આપશે access_time 1:07 am IST