ખેલ-જગત
News of Saturday, 30th November 2019

એન્ડ્ર્યુ બાલબર્ની બન્યો આર્યલેન્ડના ટી-૨૦ ટીમના કેપ્ટન

બાલબર્ની હવે આર્યલેન્ડ માટે ત્રણે પ્રારૂપોમાં કેપ્ટનપદ સંભાળશે

મુંબઈ : એન્ડ્ર્યુ બાલબર્નીને આયર્લેન્ડની ટી-૨૦ ટીમના કેપ્ટન તરીકે નિમણુક કરવામાં આવ્યા છે. તેમને ગૈરી વિલ્સનની જગ્યાએ નવા કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તેની સાથે જ એન્ડ્ર્યુ બાલબર્ની હવે આર્યલેન્ડ માટે ત્રણે પ્રારૂપોમાં કેપ્ટન બની ગયા છે. આ અગાઉ તેમને વિલિયમ પોર્ટરફિલ્ડની જગ્યાએ ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન બનાવવમાં આવ્યા હતા.

 આર્યલેન્ડ ટીમના મુખ્ય કોચ ગ્રાહમ ફોર્ડે જણાવ્યું છે કે, છેલ્લા ૧૮ મહીનાથી ગૈરી વિલ્સન ટી-૨૦ ની કેપ્ટનશીપ ઘણી સારી રીતે કરી રહ્યા હતા. આ તેમના જ અનુભવ અને લીડરશીપની પરિણામ હતું કે, આર્યલેન્ડ શાનદાર પ્રદર્શન કરતા ટી-૨૦ વર્લ્ડ કપ માટે ક્વોલીફાઈ કર્યું હતું. તેમને ટીમની જરૂરતને સમજી અને નવા કેપ્ટનના રૂપમાં એન્ડ્ર્યુ બાલબર્નીને સંપૂર્ણ સહયોગ આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

   ગૈરી વિલ્સને ૨૬ મેચમાં કેપ્ટનશીપ કરી, જેમાંથી આયર્લેન્ડે ૧૨ મેચ જીતી અને ૧૩ માં હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૬ માં પાપુઆ ન્યુ ગીની સામે તેમને પ્રથમ વખત કેપ્ટનશીપ કરી હતી અને ૨૦૧૮ માં તેમને ફૂલ ટાઈમ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.

  વિલ્સને જણાવ્યું છે કે, મેં બાળપણમાં આયર્લેન્ડની કેપ્ટનશીપ કરવાનું સપનું જોયું હતું અને તે પૂરુ થયું. એક ખેલાડી તરીકે મેં ટીમમાં યોગદાન આપવા માટે ઉત્સાહિત છુ અને એન્ડ્ર્યુ બાલબર્ની સાથે મળી ટીમને આગળ લઇ જવાનો પ્રયત્ન કરીશ. મને લાગે છે કે, તે એક શાનદાર કેપ્ટન સાબિત થશે.

(7:20 pm IST)