Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ જસ્ટિન લેંગરનું માનવું છે કે ટી૨૦ વિશ્વકપની તૈયારી માટે આઇપીએલ સર્વશ્રેષ્‍ઠ મંચ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ જસ્ટિન લેંગરનું માનવું છે કે ટી20 વિશ્વકપની તૈયારી માટે આઈપીએલ સર્વશ્રેષ્ઠ મંચ છે, પરંતુ તેમણે સ્વીકાર કર્યો કે, હાલના માહોલમાં સ્વાસ્થ્ય સર્વોપરિ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 29 માર્ચથી શરૂ થવાની હતી, જેને કોવિડ-19ની મહામારીને કારણે 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

લેંગરે ફોક્સસ્પોર્ટ્સ ડોટ કોમ એયૂ પર કહ્યું, 'આ સંકટ પહેલા અને નક્કી કરી ચુક્યા હતા કે અમારા ખેલાડી આઈપીએલમાં રમશે, કારણ કે ટી20 વિશ્વકપની તૈયારી માટે તેનાથી સારી ટૂર્નામેન્ટ ન હોઈ શકે.'

ભારતમાં દેશવ્યાપી લૉકડાઉનને કારણે પરંતુ આ ટૂર્નામેન્ટ થવાની સંભાવના ઓછી લાગી રહી છે. લેંગરે કહ્યું, સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. અમારા ખેલાડીઓ, અમારો દેશ અને ભારતવાસીઓનું સ્વાસ્થ્ય સર્વોપરી છે.

આ વખતે ઓસ્ટ્રેલિયા તરફથી આઈપીએલમાં ઉતરનારમાં પેટ કમિન્સ, ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ, સ્ટીવ સ્મિથ જેવા ખેલાડી સામેલ છે. લેંગર રાષ્ટ્રીય પસંદગી સમિતિના પણ સભ્ય છે. તેમનું કહેવું છે કે ટી20 વિશ્વકપને ધ્યાનને ધ્યાનમાં રાખી ખેલાડીઓ પસંદ કરવામાં વધુ મગજમારી કરવી પડશે નહીં, કારણ કે ઓસ્ટ્રેલિયાની પાસે સંતુલિત ટીમ છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં એરોન ફિન્ચની આગેવાની વાળી ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રણ મેચોની ટી20 સિરીઝમાં આફ્રિકાને 2-0થી પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ ટી20 વિશ્વકપમાં પોતાના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરે સિડનીમાં કરશે, જ્યાં તેની ટક્કર પાકિસ્તાન સામે થશે.

(4:31 pm IST)