Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

નોવાક જોકોવિચે કોરોના વાયરસ સામે જંગ લડવા માટે દાન કર્યા ૮.૩ કરોડ

આ પૈસાથી મેડીકલ ઉપકરણ ખરીદી શકાશે

નવી દિલ્હી : વિશ્વમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. એવામાં તમામ મોટી હસ્તીઓથી લઈને સ્પોર્ટ્સ પ્લેયર કોરોના વાયરસ સામે લડવામાં આવી રહી જંગમાં મદદ માટે સામે આવી રહ્યા છે.

 આ બાબતમાં વર્લ્ડ નંબર-૧ ટેનીસ ખેલાડી નોવાક જોકોવિચે કોરોના વાયરસથી લડાઈમાં યોગદાન આપવાનો નિર્ણય કરતા પોતાના દેશ સર્બિયાને ૧૦ લાખ યુરોઝ (લગભગ ૮ કરોડ ૩૦ લાખ રૂપિયા) ની મદદ આપવાની જાહેરાત કરી છે. આ પૈસાથી મેડીકલ ઉપકરણ ખરીદી શકાશે.

 નોવાક જોકોવિચે સર્બિયાના સમાચાર ચેનલને આપેલ ઈન્ટરવ્યુંમાં કહ્યું છે કે, આ પૈસા જીવનને બચાવનાર રેસપિરેટર્સ અને અન્ય મેડીકલ ઉપકરણોને ખરીદવામાં ઉપયોગ કરવામાં આવશે. ૧૭ વખતના ગ્રાન્ડસ્લેમ વિજેતા આ સમયે સ્પેનના મારબેલામાં ફસાયેલા છે. તેમને જણાવ્યું છે કે, 'હું મારા દેશ અને સંપૂર્ણ વર્લ્ડના બધા મેડીકલ સ્ટાફનો આભાર માનુ છુ જે કોરોના વાયરસ સામેની લડાઈમાં લોકોની મદદ કરી રહ્યા છે.

 તેમને જણાવ્યું છે કે, 'દુર્ભાગ્યવશ દરરોજ વધુને વધુ લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. હું અને મારી પત્ની યોજના બનાવી રહ્યા હતા કે, આપણે કેવી રીતે પોતાના સંસાધનોનો ઉપયોગ કરી જરૂરિયાતમંદોની મદદ કરી શકીએ છીએ.

 સર્બિયામાં અત્યાર સુધી કોરોનાથી સાત લોકોના મુત્યુ થઈ ગયા છે અને ૪૫૦ થી વધુ બાબતો સામે આવી છે. તમને જણાવી દઈએ કે, આ અગાઉ કોઈ ક્રિકેટર્સ, ફૂટબોલ પ્લેયર્સ અને ઘણી અન્ય રમતથી જોડાયેલ ખેલાડી પણ પૈસા દાન કરી ચુક્યા છે.

(12:00 pm IST)