Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

તોડ ડાલા...

ઇન્ડિયન ક્રિકેટ ટીમમાંથી બહાર રહી આરામ કરી રહેલો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હાલમાં ટીમમાં વાપસી કરવા માટે તનતોડ મહેનત અને પ્રેકિટસ કરી રહ્યો છે. જોકે વચ્ચે-વચ્ચે તે પોતાના કમબેકના અણસાર આપતા ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરતો હતો. હાલમાં તેણે પોતાના સોશ્યલ મીડિયા પર એક તૂટેલા સ્ટમ્પનો ફોટો અપલોડ કર્યો હતો અને લખ્યું હતું ''ધી એન્ડ. સેશન અને સ્ટમ્પનો.'' ઈજાને લીધે બુમરાહે છેલ્લી કેટલીક સિરીઝ ગુમાવવી પડી હતી, પણ આગામી દિવસોમાં તે ન્યુઝીલેન્ડ સિરીઝ માટે ઉપલબ્ધ રહે એવી સંભાવના છે.

(3:32 pm IST)