Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

વિમ્બલ્ડન રમાશે કે નહિ, આવતા અઠવાડીયે ફેસલો

લંડન : ૨૦૨૦ ટોકયો ઓલિમ્પિકને ૨૦૨૧માં શિફ્ટ કર્યા બાદ હવે વિમ્બલ્ડનનો શું નિર્ણય લેવામાં આવે એ માટે આવતા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે. કોરોના વાઇરસતે કારણે વિશ્વભરમાં લોકડાઉનની સ્થિતિ નિર્માણ થઈ છે. અનેક સ્પોર્ટ્સ-ઇવેન્ટ્સ મોકૂફ રહી છે અથવા મોકૂફ કરાઈ રહી છે. એવામાં આ વર્ષે યોજાનારી વિમ્બલ્ડન ચેમ્પિયતશિપ વિશે આવતા અઠવાડિયે થનારી ઇમર્જન્સી મીટિંગમાં ફેંસલો કરવામાં આવશે.

આ સંદર્ભ માહિતી આપતાં કલબે કહ્યું કે 'ધી ચેમ્પિયનશિપ ૨૦૨૦ના અનુસંધાનમાં અમે હાલના વાતાવરણ પર નજર રાખી છે. આગામી મીટિંગમાં અમે આ ચેમ્પિયનશિપ કેન્સલ કરવી કે મોકૂફ કરવી એ વિશે ચર્ચા કરીશું. આ ગેમ્સની તૈયારી માટે અમે એલટીએ, એટીપી, ડબ્લ્યુટીએ, આઇટીએફ અને ગ્રેન્ડ સ્લેમના આયોજકો સાથે વાત કરી રહ્યા છીએ.'

(3:30 pm IST)