Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

12મી એશિયાઈ એરગન ચેમ્પિયનશિપમાં ભારતીય શૂટર મનુ ભાકેર અને સૌરભ ચૌધરીની જોડીએ જીત્યું ગોલ્ડ

નવી દિલ્હી: ભારતીય શૂટર મનુ ભાકેર અને સૌરભ ચૌધરીની જોડીએ તાઇપેનાં તાઓયુઆનમાં ચાલી રહેલી 12મી એશિયાઈ એરગન ચેમ્પિયનશિપમાં મોટી ઉપલબ્ધિ મેળવી છે. આ જોડીએ 10 મીટર એર પિસ્ટલ ટીમમાં ક્વોલિફિકેશનમાં વિશ્વ રેકૉર્ડ બનાવ્યો અને ત્યારબાદ આ સ્પર્ધામાં સ્વર્ણ પદક પણ પોતાના નામે કર્યો. આ બંનેએ ઠીક એક મહિના પહેલા દિલ્હીમાં આ જ સ્પર્ધામાં ISSF વિશ્વ કપમાં સુવર્ણ પદક જીત્યો હતો.ક્વોલિફિકેશનમાં 17 વર્ષની મનુ અને 16 વર્ષનાં સૌરભે મળીને 784 અંક બનાવ્યા અને રશિયાની વિતાલિના બાતસરાસકિના અને આર્તમ ચેર્નોસોવને 5 દિવસ પહેલા યૂરોપિયન ચેમ્પિયનશિપમાં બનાવેલો રેકૉર્ડ તોડ્યો. આ ભારતીય જોડીએ 5 ટીમોની સેમી ફાઇનલમાં 484.8 અંક સાથે પહેલું સ્થાન મેળવ્યું હતુ. કોરિયાની હ્યાંગ સિયોનગુન અને કિમ મોજની જોડીએ 481.1 અંક લઇને રજત અને તાઇપેની ચિયા યિંગ અને કોઉ કુઆન તિંગે 413.3 અંક મેળવીને કાંસ્ય પદ મેળવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘનાં નિવેદન અનુસાર આ સ્પર્ધામાં ભાગ લઇ રહેલી બીજી ભારતીય જોડી અનુરાધા અને અભિષેક વર્માએ પણ ફાઇનલમાં જગ્યા બનાવી, પરંતુ તેમને 372.1 અંક સાથે ચોથા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો.

(5:57 pm IST)