Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ગેલ આઈપીએલમાં સૌથી ઝડપી ૪૦૦૦ રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો

નવીદિલ્હી,તા.૨૭ : કિંગ્સ ઇલેવનના આક્રમક ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ૪૦૦૦ રન પૂરા કરી લીધા છે. તે આ લીગમાં સૌથી ઝડપી આ મુકામ પર પહોંચનાર ખેલાડી છે. આ સાથે તે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની ક્લબમાં સામેલ થઈ ગયો છે. ગેલ આ સાથે આઈપીએલમાં ૪૦૦૦ રન પૂરા કરનારો બીજો વિદેશી ખેલાડી બની ગયો છે. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નરે આઈપીએલમાં ૪ હજાર રન પૂરા કર્યાં હતા.

ગેલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઝડપથી ૪૦૦૦ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે ડેવિડ વોર્નર ૧૧૪ ઈનિંગનો રેકોર્ડ તોડ્યો છે. ગેલે ૧૧૨ ઈનિંગમાં આ સિદ્ધિ હાસિલ કરી છે. ભારત તરફથી વિરાટ કોહલીએ ૧૨૮ ઈનિંગમાં ૪ હજાર આઈપીએલ રન પૂરા કર્યા હતા.

(3:41 pm IST)