Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ન્યુઝીલેન્ડ ૩૯૪/૬ : ૪૧ રનની લીડ

ઓવલ ટેસ્ટ દિવસ-૩ પૂર્ણ : વોટલીંગની સદી ૧૧૯ રને દાવમાં

ઓવલ : ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડે ૪૧ રનની લીડ મેળવી  લીધી છે. વોટલીંગે શાનદાર સદી ફટકારી છે.

ગઈકાલે કેપ્ટન વિલીયમ્સને ૧૫ અને ડી ગ્રાથે ૬૫ રન ફટકાર્યા હતા. તો વોટલીંગે શાનદાર સદી ફટકારી હતી. ત્રીજા દિવસના અંતે વોટલીંગ ૧૧૯ (૨૯૮ બોલ, ૧૫ ચોગ્ગા) રને અને સેન્ટેનર ૩૧ રને દાવમાં છે.

ઈંગ્લેન્ડના બોલરો કયુરન - ૨, લીચ - ૧, સ્ટોકસ - ૨ અને જો રૂટે ૧ વિકેટ લીધી છે. ત્રીજા દિવસના અંતે ઈંગ્લેન્ડની ૩૫૩ રનની પ્રથમ ઈનીંગ સામે ૧૪૧ ઓવરમાં ૬ વિકેટે ૩૯૪ રન બનાવી લીધા હતા.

(3:31 pm IST)