Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

વર્લ્ડકપમાં ભારતનો દબદબોઃ તમામ મેચોમાં પાકિસ્તાનને ધુળ ચાટતું કર્યું

. જો કે વન-ડેમાં પાકિસ્તાનનો રેકોર્ડ ભારત કરતા સારો છે. પાકિસ્તાન ૭૩ અને ભારત ૫૫ વનડે મેચો જીતેલ છે. 

. ૨૦૧૯ના વર્લ્ડકપ મેચમાં ભારત ૮૯ રનથી પાકિસ્તાન સામે જીત્યું છે. રોહીત શર્માની શાનદાર સદી સાથે ૧૪૦ અને કોહલીના સુપર્બ ૭૭

. ૨૦૧૫માં ભારત ૭૬ રનથી જીત્યું સુરેશ રૈનાએ ૫૬ દડામાં ૭૪ ફટકારેલ.

.  ૨૦૧૧માં ભારત ૨૮ રનથી જીતેલ સચીને ૮૫  ફટકારેલ.

. ૨૦૦૩માં ભારતે ૬ વિકેટે પાકિસ્તાનને કચડી નાખેલ. સચીન તેડુલકર ૨ રનથી સદી ચુકી ગયેલ. દ્રવીડ-યુવરાજે બાજી સંભાળેલ

. ૧૯૯૯માં ભારત ૪૭ રનથી વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે વિજયી થયેલ. વેંકટેશ પ્રસાદે ૨૭ રનમાં ૫ વિકેટે ઝડપાયેલ. અઝહરૂદીનને ૫૯ ફટકારેલ.

. ૧૯૯૬માં ભારતે ૩૯૨ને પાકિસ્તાનને ભોં-ભીતર કરી દીધેલ. અજય જાડેજાની એ વકાર યુનીસની બોલીંગની ચીન્નાસ્વામી સ્ટેડીયમમાં ચારેકોર બેફામ ધોલાઇ કરેલ.

. ૧૯૯૨માં ભારત ૪૩ રને વિજય થયેલ. વર્લ્ડકપમાં સચીનને મળેલ ૩ મેન ઓફ ધ મેચ એવોર્ડમાં આ પ્રથમ એવોર્ડ હતો.

 

ભારત સામે ભૂંડો પરાજય થતાં પાક. મંત્રી ડાહ્યા ડમરા થઈ ગયા : કહ્યું ભારત-પાકિસ્તાને ક્રિકેટ અને ખેલભાવના માટે મેચ રમવા જોઈએ

ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ના રવિવારના રોજ ભારત વિ. પાકિસ્તાન મેચમાં પાકિસ્તાનને મળેલી કારમી હાર પર પાડોશી દેશના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીની પ્રતિક્રિયા સામે આવી છે. ભારતીય ટીમમાંથી મળેલી હાર છતાંય મીડિયા સાથે વાત કરવા દરમ્યાન તેમણે બંને દેશોની ટીમોની વચ્ચે ભવિષ્યમાં દ્વિવિદેશીય ક્રિકેટ મેચ હોવાની આશા વ્યકત કરી.

એનઆઇના મતે ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોંચેલા પાકિસ્તાનના મંત્રીએ મેચ પૂરી થયા બાદ કહ્યું કે ભારત અને પાકિસ્તાનને ક્રિકેટ અને ખેલભાવના માટે મેચ રમવી જોઇએ.

તેમણે કહ્યું કે ઉપ મહાદ્વીપ ક્ષેત્રમાં ક્રિકેટ ખૂબ જ પોપ્યુલર છે અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનમાં ક્રિકેટ ગેમને એક નવી ઓળખ આપી દીધી છે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધતા છ વર્ષ પહેલાં મૂકેલો આ પ્રતિબંધ આજે પણ ચાલુ છે.

પુલવામામાં થયેલા હુમલા બાદ બીસીસીઆઈએ પાકિસ્તાનની તરફ ઇશારો કરતાં આઇસીસીમાંથી એવા દેશોની સાથે સંબંધ ખત્મ કરવાની માંગણી કરી હતી જે આતંકવાદને પ્રોત્સાહન આપતા હોય છે.

(3:52 pm IST)