Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પાપા કહેતે હૈ બેટા હરવકત હારેગા... બાપ તો ઈન્ડિયા જ... ફાધર્સ-ડેએ પાકિસ્તાનને માનવું પડ્યુ

વિરાટસેના સામે વરસાદના વિઘ્નવાળી મેચમાં ભારતનો ભવ્ય વિજય : વર્લ્ડકપમાં પાકિસ્તાનને નમાવવાની ટ્રેડીશન જાળવી રાખી

મેન્ચેસ્ટર : વર્લ્ડકપમાં ગઈકાલે 'ફાધર્સ-ડે'ના દિવસે રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ કહેવાતી મેચમાં અંતે હાઈ-વોલ્ટેજ જેવું તો કંઈ રહ્યું નહોતું, કારણ કે ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાન બધા જ ડિપાર્ટમેન્ટમાં વામણું પૂરવાર થયુ હતું. વિશ્વકપમાં જીતનો મોકો તો પાકિસ્તાને ખોયો જ હતો, પરંતુ ખરેખર ક્રિકેટમાં બાપ કોણ છે એ પણ જગત સામે પૂરવાર થઈ ગયું. ભારતના જીતનાર ચાર હિરો હતા એમાં સૌથી મોટું યોગદાન ૧૧૩ બોલમાં ૧૪૦ રન બનાવનાર રોહિત શર્માનું રહ્યું હતું. બોલીંગમાં વિજય શંકર, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાએ કમાલ કરી હતી અને દરેકે બબ્બે વિકેટ લઈને પાકિસ્તાનને ઘૂંટણીયે પાડ્યુ હતું.

ટીમ ઈન્ડિયાના ૪ હિરો

રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, વિજય શંકર

(11:48 am IST)