Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ફીફા વર્લ્ડ કપમાં હેટ્રીક લગાવીને પોર્ટુગલનો સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટીયાનો રોલાન્ડો ૪ વર્ષ કપમાં ગોલ કરનારો વિશ્વનો ચોથો ફુટબોલ ખેલાડી બન્યો

રશિયાઃ ફીફા વર્લ્ડ કપનો રશીયામાં ધમાકેદાર પ્રારંભ થયા બાદ જુદી જુદી મેચોમાં ખેલાડીઓ પોતાની ટીમને વિજય અપાવવા માટે કમર કસી રહયા છે. ત્યારે પોર્ટુગલના ખેલાડીએ હેટ્રીક લગાવીને વર્લ્ડ કપમાં ગોલ કરનાર વિશ્વનો ચોથો ફુટબોલ ખેલાડી બની ગયો છે.

રોનાલ્ડોએ કહ્યું, સૌથી મહત્વની વાત મારા માટે તે છે કે, મેં વિશ્વકપની પ્રબળ દાવેદાર મનાતી ટીમની વિરુદ્ધ આ ગોલ કર્યા. તે હવે સતત આઠ મોટી ટૂર્નામેન્ટમાં ગોલ કરી ચૂક્યો છે, જેની શરૂઆત યૂરો 2004થી થઈ હતી. 

રોનાલ્ડોનું સંપૂર્ણ ધ્યાન વિશ્વકપ પર છે અને પોર્ટુગલે હવે બુધવારે મોરક્કો સામે રમવાનું છે. તેણે કહ્યું, વિશ્વકપ હજુ શરૂ થયો છે. પોર્ટુગલ પ્રથમ રાઉન્ડમાંથી આગળ જશે અને અમને ખ્યાલ છે કે, ગ્રુપ સ્ટેજ ખૂબ મુશ્કેલ હોઈ છે. 

તમને જણાવી દઈએ કે મેચ દરમિયાન તમામની નજર રોનાલ્ડો પર ટકેલી હતી. તેમણે પોતાની શાનદાર રમતથી દર્શકોનું દિલ જીતી લીધું. રોનાલ્ડોએ હેટ્રિક કરીને પોતાની ટીમને હારથી બચાવી લીધી. સ્પેન તરફી ડિએગો કોસ્ટાએ 2 ગોલ કર્યા, જ્યારે નૈચોએ એક ગોલ ફટકાર્યો હતો. 

આ સિવાય રોનાલ્ડોએ 3-3થી ડ્રો રહેલા મેચમાં 3 ગોલ કર્યા. વિશ્વકપના ઈતિહાસમાં હેટ્રિક કરનાર તે સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. 

(7:38 pm IST)