Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

પાકિસ્તાની ટીમના સ્પિન બોલિંગ સલાહકાર બન્યા મુશ્તાક અહમદ

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ ટેસ્ટ લેગ સ્પિનર ​​મુસ્તાક અહમદની એક વર્ષ માટે સ્પિન બોલિંગ સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. મુસ્તાકની પહેલી નોકરી લાહોરની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં અનુભવી લેગ સ્પિનર ​​યાસિર શાહ સાથે કરાચીમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ માટે તૈયાર કરવા માટે કામ કરવાનું છે. પીસીબીએ પુષ્ટિ આપી છે કે યાસીરને રાષ્ટ્રીય ટીમમાંથી આરામ આપવામાં આવ્યો છે અને લાહોરમાં નવા સ્પિન સલાહકારને મળવાનું કહ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ ઝડપી ચૂકેલા યાસિર છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં હતો. મુસ્તાક રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં અંડર 16 અને અંડર 19 ની સાથે ઘરેલુ બોલરો સાથે વર્ષમાં 120 દિવસ કામ કરશે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ માટે સ્પિન સલાહકાર રહી ચૂકેલા મુસ્તાક અગાઉ રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં બોલિંગ કોચ રહી ચૂક્યો છે.

(5:10 pm IST)