Gujarati News

Gujarati News

  • શીખ સમુદાયનું ઉમદા કાર્ય : કાશ્મીરમાં નેશનલ હાઈવે માટે ગુરૂદ્વારા તોડવા મંજૂરી આપી : કાશ્મીરમાં શ્રીનગરને બારામુલા સાથે જોડવા માટે નેશનલ હાઈવે બનાવવા માટે શિખ સમુદાયે તેમના ૭૨ વર્ષ પૌરાણિક ગુરૂદ્વારાને તોડવા માટે સહમતી આવ્યાની સત્તાવાર જાહેરાત થઈ છે : આ કામ છેલ્લા એક દાયકાથી અટકેલુ પડ્યુ હતું access_time 1:04 pm IST

  • આસામમાં સંખ્યાબંધ ગ્રામ પંચાયત ઓફીસો સળગાવી દીધી : તિનસુખીયા જીલ્લામાં ભાજપના ગ્રામ પંચાયત સભ્યોએ પણ રાજીનામા ધરી દીધા access_time 4:04 pm IST

  • ગૌહત્તીમાં રવિવારથી યોજાનાર ભારત-જાપાન શીખર રદ કરવામાં આવી : આસામમાં સીટીઝનશીપ બીલના પ્રચંડ વિરોધીની અસરરૂપે ૧૫મીએ ગૌહત્તી ખાતે યોજાયેલ ભારત-જાપાન (નરેન્દ્રભાઇ-શીંજો આબે) વચ્ચેની શીખર મંત્રણા રદ કરવામાં આવી છે. શીંજો આબે ૧૫ થી ૧૭ ડીસે. સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે વાર્ષિક શીખર મંત્રણા માટે ભારત આવવાના હતા. પંરતુ બે દિવસથી આસામમાં હજારો લોકો રોડ ઉપર આવી દેખાવો કરી રહયા છે. ઓછામાં ઓછા ૨ના મોત થયા છે. ગૌહત્તીમાં સુરક્ષા વ્યવસ્થા ખુબ જ ખરાબ બની છે. તેથી શીંજો આબે ભારત યાત્રા રદ કરવા વિચારી રહયાનું જાપાનના જીજી પ્રેસે આ પૂર્વે જાહેર કરેલ. access_time 4:05 pm IST