Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ટી-૨૦માં ૬૦૦ સિકસર, પોલાર્ડ બીજો

પોલાર્ડે બુધવારે મુંબઈ સામે ફટકારેલી ૧૦ સિકસરોમાં આઠમી સિકસર સાથે જ એક મોટો લેન્ડમાર્ક મેળવી લીધો હતો. ટી-૨૦ ક્રિકેટમાં સિકસર મશીન પોલાર્ડની એ ૬૦૦મી સિકસર હતી. આ સાથે જ આવી કમાલ કરનાર તેના જ દેશના ક્રિસ ગેઈલ બાદ તે બીજો ખેલાડી બની ગયો હતો. ક્રિસ ગેઈલ ૩૭૭ મેચમાં ૯૨૫ સિકસરો સાથે ટોપમાં છે, જયારે પોલાર્ડ ૪૬૫ મેચમાં ૬૦૨ સિકસરો સાથે બીજા નંબરે છે. આ લિસ્ટમાં ભારત વતી રોહિત શર્મા ૩૦૪ મેચમાં ૩૨૮ સિકસર સાથે નવમાં નંબરે છે.

(4:15 pm IST)