Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

જાડેજાએ ગેમ ચેન્જ કરીઃ વિરાટ

એક તબકકે એવુ લાગતુ હતુ કે ધોની-જાડેજા મેદાન મારી જશેઃ વીલીયમ્સન

ટુર્નામેન્ટમાંથી મેચ પત્યા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે 'વિશ્વાસ નથી થતો કે ૪૫ મિનિટની ખરાબ ગેમ તમને ટુર્નામેન્ટ માંથી બહાર કરી શકે છે. તમે આખી ટુર્નામેન્ટમાં સારું રમો અને માત્ર ૪૫ મિનિટની ખરાબ ગેમ  તમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દે ત્યારે ઘણુ દુઃખ થાય છે. આ વાત સ્વીકારવી ખરેખર અઘરી છે. ન્યુઝીલેન્ડના બોલરોને ક્રેડિટ દેવી જોઈએ. તે લોકોએ નવા બોલથી ઘણી સારી બોલિંગ કરી અને સરફેઝ પર તેમને જે સ્વિંગ મળી રહી હતી એ ખરેખર લાજવાબ હતી. શરૂઆતના એક કલાકમાં તે લોકોએ જે બોલિંગ કરી એ અમને ભારે પડી ગઈ. મારા ખ્યાલ થી તે લોકોએ જે સ્કીલ બતાવવી એ અમારા બેટ્સમેન માટે મુસીબત ઉભી કરવામાં સફળ રહી.

 

જાડેજા અને ધોનીની ૧૧૬ રનની પાર્ટનરશિપ વિશે પૂછતાં કોહલીએ કહ્યું કે 'જાડેજાએ ખરેખર અપ્રતીમ ગેમ રમી હતી અને તેણે પોતાના પર્ફોર્મન્સ થી બતાવી દીધું કે જયારે ટીમને તેની જરૂરત હોય છે ત્યારે તે પોતાના બેસ્ટ આપવામાં સક્ષમ છે. ગેમ ચેન્જ કરવામાં જાડેજાએ મહત્વનો રોલ નીભાવ્યો. તેની અને ધોનીની પાર્ટનરશિપ દ્યણી સારી રહી અને આ માર્જિની ગેમ હતી.'

  'અમને ખબર હતી કે ગઈ કાલનો દિવસ તમારા માટે સારો હતો અને અમારા પર ગર્વ પણ હતો કે અમે ન્યૂ ઝીલેન્ડ ટીમને એક મર્યાદિત અને ચેઝ કરી શકાય એવા સ્કોર માં સમેટી લીધી. જોકે આજે સવારે એક પ્રોફેશનલ અપ્રોચ સાથે ટીમ મેદાનમાં ઉતરી અમને લાગ્યું કે અમારી પાસે સારું મોમેન્ટમ છે અને સકારાત્મક માઇન્ડસેટ સાથે અમે આગળ વધીશું, પણ જે પ્રમાણે ન્યુઝીલેન્ડ તમારા પર પ્રેશર બનાવ્યું એ પ્રમાણે તે જીતવાની દાવેદાર બની હતી. ૨૪૦ રનનો સ્કોર કોઈ પણ પિચ પર ચેઝ કરી શકાય છે પણ આજે અમારો દિવસ નહોતો.

  સામા પક્ષે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનનું પણ કહેવું હતું કે 'નવા બોલ વડે બોલરોએ સારું પ્રદર્શન કયું. એક સમયે ધોની અને જાડેજાની જોડીને કારણે એવુ લાગતુ હતુ કે ટીમ ઇન્ડિયા જીતી જશે. પણ અમે પછી બાજી મારી ગયા જોકે મેચમાં ગમે એ થઇ શકે છે અને આ નાના માર્જીનથી જીતેલી મેચ હતી.

(4:18 pm IST)
  • આકાશમાં આફત ;માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ ;એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST

  • શેરબજારમાં તેજીનો માહોલ : બપોરે ૩ વાગ્યે સેન્સેકસ રપ૯ વધીને ૩૮૮૧૮ અને નીફટી ૮ર પોઇન્ટ વધીને ૧૧પ૮૧ ઉપર છે. ડોલર સામે રૂપિયો ૬૮.૪ર ઉપર ટ્રેડ કરે છે. access_time 3:25 pm IST

  • અમિત જેઠવાની હત્યા કરનાર તમામને આજીવન કેદ : સ્વ.અમિત જેઠવા હત્યા કેસ : પૂર્વ ભાજપ સાંસદ દિનુ બોઘા અને શિવા સોલંકી સહિત તમામ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી સીબીઆઈની સ્પેશ્યલ અદાલત : અમિત જેઠવાના પરિવારને રૂ.૧૧ લાખની સહાય : દિનુ સોલંકી અને શિવા સોલંકીને રૂ. ૧૫ લાખનો દંડ access_time 12:14 pm IST