Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

કુશ્તીમાં એશિયાઈ ગેમ્સમાં ભારતની આગેવાની કરશે સાક્ષી અને વિનેશ

નવી દિલ્હી: સ્ટાર મહિલા પહેલવાન સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર આગામી એશિયા ગેમ્સમાં ભારતીય મહિલા ટીમની આગેવાની કરશે. ભારતીય કુશ્તી મહાસંઘ દ્વારા એશિયાત ગેમ્સના છહ સભ્યોની યાદી જાહેર કરવામાં આવી છે. સાક્ષી રિયો ઓલમ્પિકમાં કાંસ્ય પદક વિજેતા છે અને તે 50 કિલોગ્રામ ભાર વર્ગમાં જયારે વિનેશ 62 કિલોગ્રામ ભાર વર્ગમાં મુકાબલા કરશે. અન્ય પહેલવાનોમાં પિંકી 53 કિલોગ્રામ,પૂજા ઢાડા 57 કિલોગ્રામ, દિવ્યા કાકરણ 68 કિલોગ્રામ અને કિરણ 72 કિલોગ્રામમાં સામેલ છે.

(5:29 pm IST)