Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

એકંદરે વિકેટ ધીમી થઈ રહી છે : બુમરાહ

ટુર્નામેન્ટ શરૂ થઈ તેવી વિકેટ હવે નથી, બેટ્સમેનોને રન બનાવવાના અઘરા

મેન્ચેસ્ટર : ઇન્ડિયન ક્રિકેટ ટીમના બોલર જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં સારા ફોર્મમાં રમી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં તે ટીમવતી ૧૭ વિકેટ લઈ ચૂકયો છે. તાજેતરમાં થયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં બુમરાહે ઇંગ્લેન્ડની પીચ વિશે વાત કરતાં કહ્યું હતું કે, એકંદરે વિકેટ ધીમી થઈ છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં જે પ્રમાણેની વિકેટ હતી એવી હવે નથી રહી જેને કારણે બેટ્સમેન માટે રન કરવા પણ અઘરા થઈ ગયા છે. ઘણીવાર બોલરો ઘણાં રન આપે છે અને બેટ્સમેન સારા ફોર્મમાં છે એમ કહીને એનું ક્રેડિટ બેટ્સમેનને અપાય છે. પણ ખરૂ કહું તો એકંદરે વિકેટ ધીમી થઈ છે.

ભારતીય ટીમ ફોર્મમાં ચાલી રહી હોવા અંગે બુમરાહને કરેલા પ્રશ્નના જવાબમાં તેનું કહેવું હતું કે, એ સારી વાત છે કે ટીમનો દરેક પ્લેયર પોતાનું યોગદાન આપી રહ્યો છે. મોહમ્મદ શામી, હાર્દિક પંડ્યા અને હું પણ કેટલીક વિકેટ લેવામાં સફળ થયા છે. આ એક હેલ્થી કોમ્પિટીશન છે અને સેમી ફાઇનલના સમયે દરેક ટીમ મેમ્બર ફોર્મમાં હોય એ ખરેખર સારી વાત છે.

(3:21 pm IST)