Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

શ્રીલંકાના મલિંગાએ રચ્યો ઈતિહાસ:સળંગ 4 બોલમાં 4 વિકેટ: : નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો :બીજીવાર સિદ્ધિ

કોલિન મુનરો, હામિશ રધરફોર્ડ, કોલિન ડી ગ્રેન્ડહામ અને પછી રોસ ટેલરને આઉટ કર્યા

 

નવી દિલ્હીઃ યોર્કરમેન લસિથ મલિંગાએ સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી છે. શ્રીલંકાના લસિથ મલિંગાએ ન્યૂઝીલેન્ડ સામેની ટી20 મેચમાં સિદ્ધિ હાંસલ કરી છે.તે 12 વર્ષ પહેલા ICC વર્લ્ડ કપમાં પણ ઉપલબ્ધિ હાંસલ કરી ચૂક્યો છે

શ્રીલંકા અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 મેચ પલ્લેકલમાં રમાઈ રહી હતી. શ્રીલંકાએ પ્રથણ બેટિંગ કરતાં 8 વિકેટે 125 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ માટે લક્ષ્ય એકદમ સરળ હતું, જે અગાઉની બંને ટી20 મેચ જીતીને સીરીઝ પોતાને નામ કરી ચૂકી છે. જોકે, લસિથ મલિંગાએ કંઈક એવી કમાલ કરી કે મહેમાન ટીમ ચકિત થઈ ગઈ. ન્યૂઝીલેન્ડે વગર વિકેટ ગુમાવે 15 રન બનાવ્યા હતા, તેનો સ્કોર જોત-જોતામાં 4 વિકેટે 15 રન થઈ ગયો હતો.

લસિથ મલિંગાએ ન્યૂઝિલેન્ડને ત્રીજી ઓવરમાં સતત બે ઝટકા આપ્યા હતા. તેણે કોલિન મુનરો, હામિશ રધરફોર્ડ, કોલિન ડી ગ્રેન્ડહામ અને પછી રોસ ટેલરને સતતત બોલ પર આઉટ કર્યા હતા. મલિંગાએ પોતાની બીજી ઓવરના ત્રીજા બોલ પર મુનરોને બોલ્ડ કર્યો હતો. પછી હામિશ રધરફોર્ડને એલબીડબલ્યુ આઉટ કર્યો. પાંચમા બોલ પર ગ્રેન્ડહોમ તેનો શિકાર બન્યો. પછી ઓવરના છેલ્લા બોલે રોસ ટેલરને એલબીડબલ્યુ આઉટ કર્યો

(11:09 pm IST)