Gujarati News

Gujarati News

  • આજે ૩૦ જિલ્લાઓમાં હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી : અમરેલી, અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્‍છ, ખેડા, મહેસાણા, મહિસાગર, મારવી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્‍દ્રનગર, તાપી અને વડોદરા જિલ્લામાં વરસાદ પડશે. access_time 11:41 am IST

  • PASS ના કન્વીનર અને કોંગ્રેસ સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ રવિવારે મોરબીના ગાળા ગામે કાચરોલા પરિવારના આંગણે રાંદલ ઉત્સવમાં હાજરી આપવા આવશે અને ત્યાર બાદ પાસ કાર્યકર્તાઓ અને આગેવાનોને સાથે મોરબી ખાતે તારીખ ૮-૯-૨૦૧૯ ને રવિવારના રોજ મુલાકાત કરશે તેમ જાણવા મળે છે. access_time 4:08 pm IST

  • દિલ્હી પોલીસના વિશેષ સેલે જેએનયુની વિદ્યાર્થીની અને કહેવાતી રાજકીય કાર્યકર શેહલા રશિદ સામે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. રશિદ વિરુદ્ધ આઈપીસી કલમ 124-એ / 153 એ / 153/504/505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ અને સૈન્ય વિશે ખોટી માહિતી ટ્વીટ કરવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવની ફરિયાદ પર આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. શેહલાએ પોતાના ટ્વિટર હેન્ડલમાં દાવો કર્યો છે કે સેના જમ્મુ-કાશ્મીરમાં લોકોને બળજબરી કરી રહી છે. access_time 3:39 pm IST