Gujarati News

Gujarati News

  • અવારનવાર પોલીસ ચોપડે ચડી ચૂકેલ રાજકોટના વિવાદાસ્પદ બિલ્ડર કમલેશ રામાણી કાલાવડ રોડ પરથી નશો કરેલ હાલતમાં, એક ફ્લેટમાંથી યુવતી સાથે ઝડપાયો : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસના સંયુક્ત દરોડો : વધુ વિગત મેળવાય રહો છે. access_time 5:59 pm IST

  • વિચિત્ર સંયોગ - દીકરો જે જેલમાં હતો ત્યાજ પીતાને પણ રાખવામાં આવ્યા : પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમનું નવું ઠેકાણું, એશિયાની સૌથી મોટી જેલ તરીકે ઓળખાય છે, તે તિહાર જેલ છે જ્યાં તેમણે ગુરુવારે પ્રથમ રાત વિતાવી હતી અને શુક્રવારે તેના દિવસની શરૂઆત હળવા નાસ્તાથી કરી હતી. આ એક વિચિત્ર સંયોગ જ કહેવાય કે તેઓ જે જેલ નંબર 7 માં છે ત્યાજ તેમના પુત્ર કાર્તીને ગયા વર્ષે 12 દિવસ આઈએનએક્સ મીડિયા કેસમાં રાખવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે જેલ અધિકારીઓને એવો અંદેશો હતો જ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામે ચાલી રહેલા કોર્ટના કેસોને ધ્યાનમાં રાખીને તેઓને અહીં લાવવામાં આવી શકે તેમ હોવાથી જેલની તૈયારી વહેલા જ કરી રાખવામાં આવી હતી. access_time 3:52 pm IST

  • આજે ૩૦ જિલ્લાઓમાં હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી : અમરેલી, અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્‍છ, ખેડા, મહેસાણા, મહિસાગર, મારવી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્‍દ્રનગર, તાપી અને વડોદરા જિલ્લામાં વરસાદ પડશે. access_time 11:41 am IST