Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનો વિજયીરથ શરૃઃહિટમેન રોહિત-ચહેલે જીતાડયા

અણનમ ૧૨૨ રન ફટકારનાર રોહિત મેન ઓફ ધ મેચઃ વન-ડેમાં સૌથી વધુ ૨૨ સદી ફટકારનાર ત્રીજો ભારતીય બન્યોઃ હવે ૯ જુને ઓસ્ટ્રેલીયા સામે મુકાબલો

વિશ્વકપ ૨૦૧૯માં ભારતીય ટીમ વિજય સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમ આફ્રિકાને સાત વિકેટે પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાએ ૫૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવી ૨૨૭ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે ૪૭.૩ ઓવરમાં ૨૩૦ રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ ૧૨૨ રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા ૧૫ રન બનાવી અણનમ રહ્યો હતો. આફ્રિકા તરફથી રબાડાએ બે વિકેટ ઝડપી હતીભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે છઠ્ઠી ઓવરમાં ૧૩ રનના સ્કોર પર ધવનની વિકેટ ગુમાવી હતી. ધવનને રબાડાએ ડીકોકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર ૫૪ રન હતો ત્યારે કેપ્ટન વિરાટ કોહલી (૧૮) ફેહલુકવાયોનો શિકાર બન્યો હતો. તેણે ૩૪ બોલનો સામનો કરતા ૧ બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યારબાદ ટીમે ૧૩૯ રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. રાહુલ (૨૬) રબાડાનો શિકાર બન્યો હતો. તેણે ૪૨ બોલનો સામનો કરતા ૨ બાઉન્ડ્રી ફટકારી હતી.રોહિત શર્માએ ૧૦ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૧૨૮ બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. તેની આ ૨૩મી આંતરરાષ્ટ્રીય સદી છે. રોહિત વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીયોમાં ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. સૌરવ ગાંગુલી ૨૨ સદીની સાથે ચોથા સ્થાન પર છે. તેની વિશ્વકપમાં આ બીજી સદી છે. તેણે આ પહેલા ૨૦૧૫માં બાંગ્લાદેશ વિરુદ્ઘ ૧૩૭ રનની ઈનિંગ રમી હતી. ભારતે ૧૩૯ રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ધોની અને રોહિતે મળીને ટીમને વિજય સુધી પહોંચાડ્યું હતું. બંન્નેએ ચોથી વિકેટ માટે ૭૪ રનની ભાગીદારી કરી હતી. ધોની ૪૬ બોલમાં ૩૪ રન બનાવી આઉટ થયો હતો

(3:20 pm IST)