Gujarati News

Gujarati News

  • સરહદેથી દારૂ ધુસાડયોઃ ૨ ઝડપાયા : રાજસ્થાન સરહદે વિદેશી દારૂનો ઢગલો ઝડપાયોઃ ડીસા રૂરલ પોલીસ કર્મી સાથે જીપ ઝડપાયાની ચર્ચા ૪૪૪ બોટલ દારૂ મળ્યોઃ ૨ની અટકાયત : દરમિયાન રણ વિસ્તારમાંથી પણ ૩૩૬ દારૂની બોટલ ઝડપાયાના વાવડ મળે છે access_time 4:17 pm IST

  • ઉત્તર પ્રદેશમાં વધુ એક રાજકીય નેતાના પુત્રની હત્યા : ઉત્તર પ્રદેશના શાહપુર ખાતે સમાજવાદી પક્ષના નેતા વિજેન્દ્ર યાદવના પુત્રનો મૃતદેહ ખેતર માથી મળી આવ્યો છે. તેની હત્યા થયાનો દાવો કરવામાં આવ્યો છે. ષડયંત્ર રચી વિપીન યાદવને પોલીસ કોઇ અજાણ્યા સ્થળે બોલાવી, હત્યા કરી, ખેતરમાં મૃત ફેંકી દેવામાં આવ્યાનું મનાય છે. access_time 3:20 pm IST

  • કેરળમાં ૪૮ થી ૭૨ કલાકમાં ચોમાસુ બેસી જશેઃ તામીલનાડુ અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી દોર ચાલુ રહેશે : જાણીતા બ્લોગર ઋષિ જવાહરે જણાવ્યું છે કે નેરૂત્યના ચોમાસુ બેસવા માટેના સંજોગો અચાનક ખુબ જ સુધરી ગયા છે અને કેરળના દરીયાકાંઠે ૪૮થી ૭૨ કલાકમાં ચોમાસુ બેસી જશે. નેરૂત્યના ચોમાસાને જરૂરી પવનો પણ મજબુતી પકડવા લાગ્યા છે. દરમિયાન આગામી કેટલાક દિવસો સુધી તામીલનાડુ અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી દોર ચાલુ રહેશે. access_time 1:41 pm IST