Gujarati News

Gujarati News

  • કેરળમાં ૪૮ થી ૭૨ કલાકમાં ચોમાસુ બેસી જશેઃ તામીલનાડુ અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી દોર ચાલુ રહેશે : જાણીતા બ્લોગર ઋષિ જવાહરે જણાવ્યું છે કે નેરૂત્યના ચોમાસુ બેસવા માટેના સંજોગો અચાનક ખુબ જ સુધરી ગયા છે અને કેરળના દરીયાકાંઠે ૪૮થી ૭૨ કલાકમાં ચોમાસુ બેસી જશે. નેરૂત્યના ચોમાસાને જરૂરી પવનો પણ મજબુતી પકડવા લાગ્યા છે. દરમિયાન આગામી કેટલાક દિવસો સુધી તામીલનાડુ અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી દોર ચાલુ રહેશે. access_time 1:41 pm IST

  • રાજકોટમાં આજથી સીંગલ યુઝ પ્લાસ્ટીક પ્રતિબંધની અમલવારી માટે કડક ચેકીંગ : રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ આજે પાનની દુકાનો, કોમ્યુનીટી હોલ વગેરેમાં સીંગલ યુઝ પ્લાસ્ટીક અંગે ચેકીંગ કર્યું : સીંગલ યુઝ પ્લાસ્ટીકમાં ૨૦૦ એમએલથી ઓછી પાણીની બોટલો, પ્લાસ્ટીક ડીસો વગેરેના પ્રતિબંધની અમલવારી શરૂ કરાયીઃ પ્રતિબંધીત પ્લાસ્ટીક વસ્તુઓનો નાશ કરવા કાર્યવાહી access_time 1:41 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ''એઇમ્સ''ના ભૂમિપૂજન માટે રાજકોટ આવશે : ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરવામાં આવશે ભૂમિ પુજન access_time 1:42 pm IST