Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સંગાકારાએ પ્લેઈંગ ઈલેવન ટીમમાં આ ભારતીય દિગ્જ્જોનો ન કર્યો સમાવેશ

નવી દિલ્હી: શ્રીલંકન ભૂતપૂર્વ મહાન વિકેટકિપર બેટ્સમેન કુમાર સંગાકારાએ હાલમાં જ પોતાની ઓલટાઈમ પ્લેઈંગ ઈલેવન ટીમ બનાવી છે. જોકે હેરાન કરનાર વાત એ છે કે તેણે ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની કે વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીને આ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નથી કર્યા. 

સંગાકારાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડનને રાખ્યો છે, જેની સાથે તે ઇચ્છે છે કે રાહુલ દ્રવીડ ઓપનિંગ કરે. દ્રવિડ ભારતીય ટીમ માટે વન-ડે અને ટેસ્ટમાં મીડલ ઓર્ડરમાં બેટિંગ કરતો હતો પરંતુ સંગાકારાએ ટીમમાં તેને ઈનિંગની શરુઆત કરવાની જવાબદારી સોંપી. સંગાકારાએ કેપ્ટનશીપ પોતાના જ દેશના અરવિંદા ડિસીલ્વાને સોંપી છે. સંગાકારની પ્લેઈંગ ઈલેવનમાં મિડલ ઓર્ડર માટે વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારા, ઓસ્ટ્રેલિયાના રીકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ અને આફ્રિકન ઓલરાઉન્ડર જૈક કાલીસની પસંદગી કરી છે. જ્યારે બોલિંગની જવાબદારી સંગાકારાએ શ્રીલંકન ભૂતપૂર્વ ફાસ્ટર બોલર ચમિંડા વાસ અને પાકિસ્તાનના વસીમ અકરમને સોંપી છે. જ્યારે સ્પિન વિભાગમાં મુથૈયા મુરલીધરન અને શેન વોર્નની પસંદગી કરાઈ છે. મહત્વનુ છે કે ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ પોતાની ટીમ બનાવી છે, જેમાં મોટાભાગે તેઓ સચિન તેંડુલકરને સ્થાન આપે છે પરંતુ સંગાકારાના આ નિર્ણયથી સચિનના પ્રશંસકો ખૂબ જ નારાજ છે. 

(3:54 pm IST)