Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સિંધુ-સાઈનાને અલગ-અલગ ટ્રેઈનીંગ આપે છે પી. ગોપીચંદ

નેશનલ બેડમિન્ટન કોચ પી. ગોપીચંદ પોતાની શિષ્યાઓ સાઈના નેહવાલ અને પી.વી.સિંધુને અલગ - અલગ સ્થળે ટ્રેઈનીંગ આપી રહ્યા છે, કારણ કે બંનેને એક જ સ્થળે તાલીમ લેવા સામે વાંધો છે. ગોપીચંદે કહ્યું હતું કે ખેલાડીઓની ઈચ્છાને માન આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હું પહેલા પણ બંનેને અલગ - અલગ સ્થળે ટ્રેઈનીંગ આપી ચૂકયો છું. ગોપીચંદ પાસે થોડા જ અંતરે બે ટ્રેઈનીંગ સેન્ટર છે. સાઈના અને સિંધુ વચ્ચે સારા સંબંધો નથી. એવુ કહેવાય છે કે સિંધુની સારી રમતને કારણે જ સાઈનાએ સપ્ટેમ્બર-૨૦૧૪માં ગોપીચંદની ટ્રેઈનીંગ છોડી દીધી હતી.

(3:53 pm IST)