Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

પ્રથમ વખત પાંચ મુસ્લિમ દેશ એક સાથે મેદાનમાં છે

ઇરાન, સાઉદી, ટ્યુનેશિયા, મોરક્કો, ઇજિપ્ત રમશે : મોહમ્મદ સલાહની ઉપસ્થિતીથી ઇજિપ્તની ટીમ આ વખતે મોટા ઉલટફેર કરી શકે : લિવરપુલના સ્ટાર ઉપર નજર

મોસ્કો,તા. ૬ : ફિફા વર્લ્ડ કપ ફુટબોલમાં આ વખતે કેટલીક બાબતો તમામને વધારે રોમાંચિત કરી રહી છે. આ વખતે રશિયામાં આયોજિત ફિફા વર્લ્ડ કપમાં પ્રથમ વખત પાંચ મુસ્લિમ દેશ એક સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે. ફિફા વર્લ્ડ કપ ક્રેઝ હવે દુનિયામાં સતત ઝડપથી વધી રહ્યો છે ત્યારે આ વખતે પાંચ મુસ્લિમ દેશ ઇરાન, ઇજિપ્ત, મોરક્કો, ટ્યુનેશિયા અને સાઉદી અરેબિયાની હાજરી તમામને આશ્ચર્યચકિત કરી રહી છે. એકબાજુ ઇટાલી, ચીલી અને નેધરલેન્ડ જેવી ટીમ ક્વાલિફાઇંગ કરી શકી નથી ત્યારે આ દેશોની હાજરીને લઇને ફુટબોલ જગતમાં ચર્ચા છે. પાંચ મુસ્લિમ દેશોની સફર કેટલી સુધી ચાલે છે તે બાબત પણ નજર રહેશે. ઇજિપ્તની વાત કરવામાં આવે તો ત્રણ વખત આ ટીમ વર્લ્ડ કપમાં રમી છે. વર્ષ ૧૯૩૦માં પ્રથમ વખત રમી હતી. ૨૮ વર્ષ બાદ આ ટીમ ફરી ક્વાલિફાય કરવામાં સફળ રહી છે. રેન્કિંગમાં તે ૪૬માં સ્થાને છે. ટીમમાં મોહમ્મદ સલાહ જેવો સ્ટાર છે. જે લિવરપુલ માટે રમે છે. તેને દુનિયાના શ્રેષ્ઠ ખેલાડી તરીકે ગણવામાં આવે છે. સાઉદી અરેબિયાની ટીમ બે વખત તે પહેલા વર્લ્ડ કપમાં રમી છે. આ ટીમ રેન્કિંગમાં ૬૭માં સ્થાને છે. મોહમ્મદ અલ ટીમનો સ્ટાર ખેલાડી છે. તે પોતાની ગતિ માટે જાણીતો છે. તે દુનિયાનો શ્રેષ્ઠ સ્ટ્રાઇકર તરીકે છે. ઇરાનની ટીમ ચાર વખત વર્લ્ડ કપમાં રમી છે. તે રેન્કિંગમાં ૩૨માં સ્થાને છે.વર્લ્ડ કપ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે તમામ ટીમો પોત પોતાની તૈયારીમાં વ્યસ્ત છે. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરી પણ રહેશે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ છે. વર્તમાન ચેમ્પિયન જર્મની આ વખતે પણ ફોટફેવરીટ તરીકે છે. રશિયામાં ૧૪મી જુનથી તેની શરૂઆત થયા બાદ ૧૫મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે. પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે.  આ વર્લ્ડ કપમાં ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે પહોંચી છે. આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ ટીમો પૈકી ૧૪ ટીમો તો બે ટુ બેક આવી છે. જે વર્ષ ૨૦૧૪માં પણ રમી હતી. જેમાં વર્તમાન ચેમ્પિયન જર્મની સામેલ છે. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત એન્ટ્રી કરી રહી છે. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે. જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.વર્લ્ડ કપને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે. ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં રમવા માટે ક્વાલીફાઈ થયેલા ૩૨ દેશો પૈકી ૨૨ દેશો ૨૦૧૪માં ટુર્નામેન્ટની જુદી જુદી એડિશનમાં રમ્યા હતા. આ વખતે આઈસલેન્ડ અને પનામા પ્રથમ વખત ક્વાલીફાઈ થયા છે. વર્લ્ડકપમાં પહોંચનાર વસતીની દ્રષ્ટિએ આ સૌથી નાનકડા દેશ તરીકે છે. ત્રણ ટુર્નામેન્ટના ગાળા બાદ પરત ફરેલી ટીમમાં ઇજિપ્ત, મોરોક્કો અને પેરુનો સમાવેશ થાય છે. એકબાજુ ઇજિપ્ત ૧૯૯૦ બાદ પ્રથમ વખત ૨૮ વર્ષ પછી વર્લ્ડકપમાં રમનાર છે જ્યારે મોરોક્કો ૧૯૯૮ બાદ પ્રથમ વખત રમશે. પેરુ ૩૬ વર્ષ બાદ પરત ફર્યું છે. ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા છે. જે શક્તિશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં ૧૯૫૮ બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિષ્ફળ છે. આવી જ રીતે ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા નેધરલેન્ડને પણ તક મળી નથી. કેમરુન, ચિલી પણ પ્રવેશ કરી શક્યા નથી.ફિફા વર્લ્ડ કપમાં જર્મની, સ્પેન, બ્રાઝિલ અને આર્જેન્ટિના હોટફેવરીટ ટીમ તરીકે રહેલી છે.

પાંચ મુસ્લિમ દેશ સાથે

         મોસ્કો, તા. ૬ : વર્લ્ડ કપમાં પાંચ મુસ્લિમ દેશ આ વખતે રમી રહ્યા છે. વિશેષતા નીચે મુજબ છે

ઇરાન

દેશ ............................................................. ઇરાન

ફિકા રેન્કિંગ....................................................... ૩૨

વર્લ્ડ કપ માટે ક્વાલિફાઇ.................................... ૦૪

વર્લ્ડ કપમાં જીત............................................... એક

મુખ્ય સ્ટાર...................................... સરદાર અજમુન

ઇજિપ્ત

દેશ ........................................................... ઇજિપ્ત

ફિકા રેન્કિંગ....................................................... ૪૬

વર્લ્ડ કપ માટે ક્વાલિફાઇ.................................... ૦૩

મુખ્ય સ્ટાર....................................... મોહમ્મદ સલાહ

સાઉદી અરેબિયા

દેશ .............................................. સાઉદી અરેબિયા

ફિકા રેન્કિંગ....................................................... ૬૭

વર્લ્ડ કપ માટે ક્વાલિફાઇ.................................... ૦૨

મુખ્ય સ્ટાર......................................... મોહમ્મદ અલ

ટ્યુનેશિયા

દેશ ....................................................... ટ્યુનેશિયા

ફિકા રેન્કિંગ....................................................... ૧૪

વર્લ્ડ કપ માટે ક્વાલિફાઇ.................................... ૦૩

મુખ્ય સ્ટાર........................................ સાબિર ખલીફા

મોરક્કો

દેશ ........................................................... મોરક્કો

ફિકા રેન્કિંગ....................................................... ૪૨

વર્લ્ડ કપ માટે ક્વાલિફાઇ.................................... ૦૪

મુખ્ય સ્ટાર.................................................... હાકીમ

(12:46 pm IST)