Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સ્ટેડિયમની શકિત તેના પ્રશંસકોથી છે, ભારતની ભાવના પોતાના લોકોની છેઃ વિરાટ કોહલીએ ટ્વીટર ઉપર પીએમ મોદીને ટેગ કરતા લખ્યુ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે અભિયાનનું સમર્થન કર્યું છે, જેમાં તેમણે દેશવાસીઓને 5 એપ્રિલ એટલે કે આજે રાત્રે 9 કલાકે 9 મિનિટ સુદી દીપ પ્રગટાવવાની વિનંતી કરી છે. વિરાટે ટ્વીટર પર પીએમ મોદીને ટેગ કરતા લખ્યું- સ્ટેડિયમની શક્તિ તેના પ્રશંસકોથી છે. ભારતની ભાવના પોતાના લોકોથી છે. આજે રાત્રે 9 કલાકે 9 મિનિટ..... આવો વિશ્વને દેખાડીએ, આપણે એક સાથે છીએ.

તેણે આ સાથે કોરોના વાયરસનો મુકાબલો કરી રહેલા ડોક્ટરો, પોલીસકર્મીઓ અને તે તમામ યોદ્ધાઓ તરફ ઇશારો કરતા લખ્યું- આવો આપણા સ્વાસ્થ્ય યોદ્ધાઓને દેખાડીએ કે આપણે તેની સાથે ઊભા છીએ. ટીમ ઈન્ડિયા- પ્રજ્વલિત. મહત્વનું છે કે પીએમ મોદીએ વીડિયો સંબોધનમાં કહ્યું હતું કે પાંચ એપ્રિલ રવિવારની રાત્રે 9 કલાકે 9 મિનિટ સુધી પોતાના ઘરોની લાઇટ બંધ રાખો અને આ દરમિયાન પોતાના ઘરના દરવાજા કે પછી બાલકની પર આવીને રોશની પ્રજ્વલિત કરો.

આ પહેલા હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહ જેવા ક્રિકેટરોએ પીએમના મેસેજને ફોલો કરવાની અપીલ કરી હતી. આ સિવાય ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ સહિત ઘણા ક્રિકેટરોએ પણ કોરોના સામે જંગમાં પીએમનો સાથ આપવાનું કહ્યું છે.

હાર્દિક પંડ્યાએ લખ્યું- આવો મળીને આપણે તે લોકો માટે પ્રકાશ ફેલાવીએ, જે આ અંધકારના સમયમાં આપણે માર્ગ દેખાડી રહ્યાં છે. આવો આપણે દેશના કરોડો લોકોની ભાવનાને જગાડીએ. અમારા ડ્રેસિંગ રૂમથી લઈને તમારા દરવાજા સુધી લક્ષ્મણ રેખા છે. અમે તમારી સાથે છીએ મોદી જી.

બીજીતરફ કેએલ રાહુલે લખ્યું- 5 એપ્રિલ, રાત્રે 9 કલાકે, 9 મિનિટ.... ઊભા થાવ અને દીવડા પ્રગટાવો આપણે આપણી ભાવના દર્શાવીએ, એક અબજ દિલોની આત્માને પ્રજ્વલિત કરીએ અને આ વાયરસ આપણી પિચ (આપણા દેશ)માંથી ફેંકી દઈએ. આપણે જીતી શકીએ છીએ.

બુમરાહે લખ્યું- જ્યારે અમે શાનદાર જીત મેળવીએ તો ફેન્સને દરેક ફેનને તમારા ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરવાનો પોતાનો આનંદ હોય છે. ટીમ ઈન્ડિયા આવો વાયરસને ભગાડવામાં આવે. 5 એપ્રિલે રાત્રે 9 કલાકે 9 મિનિટ.. તમારુ સમર્થન દેખાડો.

(5:12 pm IST)