Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

IPLનો ફાઈનલ અમદાવાદમાં, મહિલા ટી૨૦ હવે પુણેમાં

નવી દિલ્‍હીઃ આગામી ૨૯ મે એ રમાનાારી આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાશે. એવા થોડા દિવસથી વહેતા થયેલા અહેવાલને બીસીસીઆઈએ સમર્થન આપ્‍યું હતું.

આઈપીએલની ૧૫મી સીઝનનો આ નિર્ણાયક મુકાબલો મોટેરામાં બનેલા વિશ્વના સૌથી મોટા નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં થશે.  ૨૭ મેની કવોલિફાયર- ટૂ પણ આ જ સ્‍થળે રમાશે.

ફાઈનલ પહેલાં મહિલાઓ માટેની જે વિમેન્‍સ ટી૨૦ ચેલેન્‍જ સ્‍પર્ધા યોજાવાની છે એ હવે લખનઉમાં નહીં પણ પુણેમાં યોજાશે. આ મિની સ્‍પર્ધામાં ત્રણ મેચ રમાશે.

(3:21 pm IST)