Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

ડેવિડ વોર્નરે કર્યો ખુલાસો: ભારતનો રોહિત શર્મા જ તોડશે બ્રાયન લારાનો 400 રનનો કિર્તીમાન

ઓસ્ટ્રેલિયાના આક્રામક બેટ્સમેન ડેવિડ વોર્નરે ટ્રીપલ સેન્ચુરી ફટકારી પાકિસ્તાન સામે ઈતિહાસ રચી દીધો છે. હવે ડેવિડ વોર્નર પર એ નિવેદનો આવી રહ્યા છે કે તે લારાનો રેકોર્ડ તોડવાની નજીક હતો એ સમયે જ ટીમના કેપ્ટન પેને દાંવ ડિક્લેર કરી નાખ્યો. હવે ખૂદ ડેવિડ વોર્નરને પૂછાયેલા એક સવાલમાં આ ઘાતક બેટ્સમેને જવાબ આપ્યો છે કે કોણ ભવિષ્યમાં લારાનો કિર્તીમાન તોડશે.

   ડેવિડ વોર્નરે કહ્યું છે કે, ભારતીય ટીમનો આધારસ્તંભ ખેલાડી એવો રોહિત શર્મા આગામી સમયમાં લારાના 400 રનના કિર્તીમાનને તોડવાની ક્ષમતા ધરાવે છે. આમ કહી તેણે રોહિત શર્માની પ્રશંસાના પૂલ બાંધ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડરી બેટ્સમેન બ્રાયન લારાએ વર્ષ 2004માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સેન્ટ જ્હોન્સના મેદાનમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા લારાનો ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 375 રન હતો. જે પણ તેણે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સેન્ટ જ્હોન્સના ગ્રાઊન્ડમાં જ બનાવ્યો હતો. લારાનો 375 રનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના એક સમયના ઘાતક બેટ્સમેન મેથ્યુ હેડેને ઝિમ્બાબ્વે સામે તોડ્યો હતો

(6:51 pm IST)