Gujarati News

Gujarati News

  • વડતાલના ગોમતી બગીચા નજીક બાઈક દીવાલમાં ઘુસી જતા પેટલાદના બે તરુણોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત :પેટલાદનાં મહુડીયાપુરામાં રહેતો જયેશ સોલંકી (ઉ.વ 17) અને દિક્ષિત પરમાર (ઉ.વ13) બાઇક લઇને મહુડીપુરાથી વડતાલ આવવા માટે નિકળ્યા હતા: વડતાલના ગોમતી નજીક ફુલસ્પીડે બાઇક પર પસાર થતા હતા ત્યારે સ્ટીયરિંગ પરનો કાબુગુમાવતા બાઈક દીવાલ સાથે ટકરાતા બંનેના કરૂણમોત : બાઇકનો કડૂસલો access_time 12:55 am IST

  • નિર્ભયા કેસના દોષિતની દયા અરજી દિલ્હી સરકારે ફગાવી :2012ના નિર્ભયા રેપ અને હત્યાકાંડ મામલે દિલ્હી સરકારે એક આરોપીની દયા અરજીને રદ્દ કરી:દિલ્હીના ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્હી સરકારની ભલામણ બાદ ફાઇલને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પાસે મોકલી : આવા કેસમાં દયા દાખવવી યોગ્ય નથી : દયા અરજી રદ કરવા દિલ્હી સરકારે LGને કહ્યું access_time 12:56 am IST

  • કર્ણાટકમાં ફરીથી કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર રચવા કવાયત : કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે,સી,વેણુગોપાલે આપ્યા સંકેત : પાંચમીએ થનાર પેટાચૂંટણીના પરિણામો પર નજર : ભાજપ બહુમતીથી દૂર રહેશે તો ફરીથી કોંગ્રેસ અને જેડીએસની સરકાર બનશે : આ અગાઉ યેદિયુરપ્પાએ જેડીએસ સાથે ગઠબંધનની શકયતા ફગાવતા તમામ બેઠકો પર જીતનો દાવો કર્યો હતો access_time 12:50 am IST