Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

100 બોલવાળી ક્રિકેટ ટુર્નામેન્ટને લઇ ચિંતિત વિરાટ કોહલી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને હાલમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) દ્વારા પ્રસ્તાવિત 100 બોલવાળી ક્રિકેટ ટુર્નામેન્ટને લઇ ચિંતા વ્યક્ત કરી છે. ઇસીબીએ ટી-20 ટૂર્નામેવ્ટથી ઇત્તર 100 બોલની ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. પુરૂષ અને મહિલા બંન્ને વર્ગોમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. જેમા 8-8 ટીમો ભાગ લેશે.sવિરાટનું માનવું છે કે, ક્રેકેટના આ નવા સંસ્કરણથી રમતની ગુણવત્તામાં ઘટાડો થશે જેના કારણે તે ચિંતિત છે.વિરાટે કહ્યું,”આ ટૂર્નામેન્ટની પ્રક્રિયામાં શામેલ લોકો માટે આ ખુબ જ રોમાંચક હશે, પરંતુ હું ક્રિકેટના નવા સંસ્કરણ વિશે વિચારી પણ ન શકું. આજના સમયમાં જ્યારે આટલા વધું પ્રમાણમાં ક્રિકેટ રમાઇ રહી છે, આ નવી ટૂર્નામેન્ટ ખેલાડીઓ ઉપર વધુ ભાર નાંખશે. હું સમજુ છું કે, વ્યાપારની સ્થિતિ ક્રિકેટની ગુણવત્તા પર જબરદસ્ત બની રહી છે અને હું તેના વિશે ચિંતિત છું.”વિરાટે કહ્યું,”ખરેખર હું નથી ઇચ્છતો કે મને ક્રિકેટના કોઇ નવા ફોર્મેટમાં શામેલ કરવામાં આવે. હું તે વર્લ્ડ-11નો ભાગ બનવા ઇચ્છતો નથી જે 100 બોલની ટૂર્નામેન્ટનું આયોજન કરે. મને ઇન્ડિંયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમવું પસંદ છે. કારણ કે તમે ટોચના સ્તરના વિરોધીઓનો સામનો કરો છો અને એક ક્રિકેટર તરીકે તમે એવું જ ઇચ્છો છો.”વિરાટે આગળ કહ્યું,”જો તમે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને મહન્વ આપશો નહી, તો લોકો રમતની સૌથી લાંબી ફોર્મેટનો આનંદ માણવાનો ઉત્સાહ ખોઇ દેશે. ટી-20 લીગની વધતી લોકપ્રિયતાના કારણે ક્રિકેટ બોર્ડે ઘરેલુ ક્રિકેટને વધુ મહત્વ આપવાની જરૂર છે.

(5:39 pm IST)