Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ઓસ્ટ્રેલિયા- ઝિમ્બાબ્વે વચ્ચેની વન-ડે સિરીઝ મોકૂફ

મેલબર્નઃ ઓગષ્ટ મહિનામાં ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનારી ત્રણ વન-ડે મેચની સિરીઝ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ વાતની જાણકારી આપી હતી. બન્ને દેશ વચ્ચેની આ સિરીઝ ૯, ૧૨ અને ૧૫ ઓગષ્ટે રમાવાની હતી.

ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે'બન્ને દેશનાં ક્રિકેટ બોર્ડે આપસી સહમતીથી બન્ને દેશોની અને પ્લેયરોની સુરક્ષા તેમ જ અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઓગષ્ટ મહિનામાં રમાનારી વનડે સિરીઝ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે આ સિરિઝ મોકૂફ કરીને અમને ઘણું દુઃખ થાય છે પણ પ્લેયરો અધિકારીઓ તથા ક્રિકેટપ્રેમીઓની સુરક્ષાને અમે પહેલાં પ્રાધાન્ય આપ્યું છે અને અઘરો નિર્ણય લીધો છે. ક્રિકેટ રમવા અમે સાથે મળીને આ સિરીઝ માટે નવી તારીખો નકકી કરીશું.'

(2:56 pm IST)