Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

મોડી સાંજે અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો : લાઠીના ચાવંડના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના છાંટા : પવનનું જોર પણ વધ્યું :લોકોને ગરમીમાં આંશિક રાહત

 રાજકોટ ;આજે સાંજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો આજે સાંજે આટકોટ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો ભારે પવનના કારણે સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હતા અને એક પેરાપેટ પણ પડી જવા પામી હતી ત્યારે અમરેલી જિલ્લામાં પણ વાતાવરણ પલટો આવ્યો હતો અને લાઠીના ચાવંડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો પવનનું જોર વધતા ગરમીમાં રાહત અનુભવાઈ હતી

(9:52 pm IST)
  • લાંબી છલાંગ લગાવવા માટે બે કદમ પાછળ હટવું પડે છે:કૈરેનામાં ભાજપના પરાજય બાદ રાજનાથસિંહની પ્રતિક્રિયા : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે યુપીના કૈરેના બેઠક પર ભાજપના પરાજય બાદ મોટી પ્રતિક્રિયા અપાતા કહ્યું હતું કે ક્યારેક ક્યારેક લાંબી છલાંગ લગાવવા માટે બે ડગલાં પાછળ હટવું પડે છે access_time 1:17 pm IST

  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST

  • ગુજરાતમાં નેતૃત્‍વ પરિવર્તન નહિં: હું સીએમની રેસમાં નથી : રૂપાણી જ ૫ વર્ષ સીએમ તરીકે રહેશે : રૂપાણીની દિલ્‍હી મુલાકાત બાદ માંડવીયાના અણધાર્યા નિવેદનથી રાજકીય માહોલ ગરમ : કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનું સુચક નિવેદન access_time 1:08 pm IST