Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

૧૦૦ નું રોજનું વેઇટીંગ ૧૪ જ થયું !!!

દ્વારકા જિલ્લામાં આખરે પોઝીટીવનો વેગ ઘટયો !!

ખંભાળીયા તા. ૩૦ : દેવભૂમિ દ્વારકામાં સતત દિવસો સુધી કોરોના પોઝીટીવના કેસોમાં વ્યાપક  વધારો તથા ઓકસીજનની પરેશાની તથા વેઇટીંગમાં દર્દી મૃત્યુના બનાવો પછી ગઇકાલથી કેસમાં થોડો ઘટાડો નોંધાવાનો શરૂ થતા રાહત થઇ છે.

બે દિવસ ૮૦/૯૦ અને કયારેક ૧૦૦ નું વેઇટીંગ થઇ જતું હતું તથા વહીવટી કતારમાં રાહ જોઇ રહ્યા ! હોય તેઓને જાતે ઘેરથી ઓકિસજનની વ્યવસ્થા કરવી પડતી હતી આ બાબત ખંભાળિયા પ્રાંત અધિકારી ડી.આર.ગુરવના ધ્યાને આવતા તેમણે સરકારી હોસ્પિટલના સત્તાવાળાઓને બાટલાની વ્યવસ્થા કરવા આદેશ કર્યોછે તથા ખાનગી કોરોના હોસ્પિટલો કે જેમાં ઇમરજન્સીમાં ઓકસીજનના બાટલાની જરૂરત ઉભી થાય તો ઓકિસજન સરકારમાંથી  મેળવી શકાય તેવી સુચના પણ આપેલ છે. ગઇકાલે સરકારી હોસ્પિટલમાં વેઇટીંગ માત્ર ૧૩નું થતા તંત્રએ  પણ રાહતનો શ્વાસ લીધો છે.સતત દર્દીઓના ધસારાથી મહીનાઓથી વગર રજાએ કામ કરતા ડોટકરો નર્સો તથા મેડીકલ સ્ટાફ પણ ટેન્શનમાં મુકાઇ ગયો હતો.

(1:16 pm IST)