Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

ગોંડલના અજયસિંહની હત્યામાં ૫ શકામંદોની સંડોમણી ? પાંચ પૈકી એક શકમંદે પોલીસ સમક્ષ વટાણા વેરી નાંખ્યા

રાજકોટ,તા. ૩૦: ગોંડલના અજયસિંહ જાડેજાની હત્યામાં પોલીસે પાંચ શકમંદો પૈકી ઉદયસિંહ ગોહિલની પુછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ વટાણા વેરી નમખ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ  ગોંડલ સૈનિક સોસાયટીમાં રહેતા યુવાનની તિક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા મારી લાશને કૂવામાં નાંખી દીધાની ઘટનામાં જિલ્લા પોલીસ વડાએ સ્થળ પર આવી નિરીક્ષણ કર્યું હતું આરોપીઓ તાકીદે ઝડપાઇ જશે તેવો ડીવાયએસપીએ આશાવાદ વ્યકત કર્યો હતો.

શહેરના કાશીવિશ્વનાથ રોડ ઉપર આવેલ સૈનિક સોસાયટીમાં રહેતા અને ઘરેથી ૧૦ મિનિટમાં આવવાનું કઈ નીકળેલા અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉંમર વર્ષ ૨૧ની તિક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા મારી લાશને કૂવામાં નાંખી દીધાની ઘટનામાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ સ્થળ પર આવી નિરીક્ષણ કર્યું હતું અને તપાસનીશ અધિકારીઓને સૂચનો કર્યા હતા આ વેળાએ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે પોલીસની વિવિધ ટીમો તપાસના કામોમાં લાગી ગઈ છે અને હત્યારાઓ તાકીદે ઝડપાઈ જશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

યુવાન અજયસિંહ જાડેજા ના હત્યાની ફરિયાદ તેના બહેન હિનાબા જાડેજા દ્વારા નોંધાવવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે આજથી ત્રણેક મહિના પહેલા જાન્યુઆરી માસમાં ગોંડલ રામ દ્વાર પાસે એસટી બસ ઉપર પથ્થરમારો થયો હતો પોલીસે જયવીરસિંહ જયદીપ સિંહ જાડેજા, મહિપાલ ભાઈ રણજીતભાઈ વાળા, વિવેક ઉર્ફે ટકો મહેન્દ્ર ભાઈ બારડ, ઉદયરાજસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ હરદેવસિંહ ચુડાસ્મા સહિતનાઓની પોલીસે ધરપકડ કરી હતી જે લોકોના નામ પોલીસને અજયસિંહે આપેલા હોય તેવી તેમને શંકા હતી અને અજયસિંહને અવાર-નવાર ફોન કરી જોઈ લેવાની ધમકી આપતા હતા પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

મૃતક યુવાન રાજકોટમાં સ્પા ચલાવતો હતો

અત્રેની સૈનિક સોસાયટીમાં રહેતાં અજયસિંહ જાડેજાની હત્યાની સનસની ઘટનાંમાં સીટી પોલીસે શકમંદોની પુછપરછ સાથે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવ અંગે મૃતકનાં બહેન હીનાબાએ પોલીસમાં ફરીયાદ કરી હતી.

ફરીયાદમાં જણાંવ્યા મુજબ અજયસિંહ ગોંડલની એમ.બી.કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.છેલ્લાં છ માસથી અજયસિંહ રાજકોટ પંચાયત ચોક દ્વારકાધીશ રેસ્ટોરન્ટની બાજુમાં આવેલ જશવંતભાઇ વાઘેલાનાં મકાન માં ભાડે થી રહી નિર્મલા મેઇન રોડ ડો.સંદિપ પાલા કોમ્પ્લેકસમાં ત્રીજા માળે ધ વાઇન નામે સ્પા ચલાવતો હતો.ગોંડલ માતા પાસે આવતાં જતાં હતાં.તા.૨૫નાં અજયસિંહ ગોંડલ પોતાનાં ઘરે હતાં ત્યારે રાતનાં સવા આઠ વાગે અજયસિંહ પર સચીન ધડુકનો ફોન આવ્યો હતો.બાદમાં ગલ્લે જઇ ને આવું છું તેમ કહીં અજયસિંહ ઘરે થી નિકળ્યાં પછી પરત ફર્યા ન હતાં.તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતો હતો. પરીવાર દ્વારા અજયસિંહની શોધખોળ બાદ તા.૨૭નાં પોલીસ સ્ટેશનમાં ગુમસુધા નોંધ કરાવી હતી.

(11:47 am IST)