Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ખંભાળીયામાં રેલ્વે તંત્ર દ્વારા અંડરબ્રિજ બનાવવાની કામગીરીનો આરંભ

જામનગર જવા ફાટકની સમસ્યાનો અંત આવશેઃ પુનમબેન માડમની સફળ રજુઆત

ખંભાળીયા તા. ર૯ : જામનગર તરફ જવા માટેના તમમ ચાર રસ્તાઓ પર  ચાર ફાટકો આવેલા હોય ઇમરજન્સીમાં જામનગર-રાજકોટ-અમદાવાદ જવા માટે કે કોઇ દર્દીને લઇ જવા માટે ફાટક બંધ હોય તો ભારે ગંભીર સ્થિતિ સર્જાતી હતી આ અંગે તાજેરમાં રેલ્વે એફ.ઓ.બી.ના ઉદઘાટનમાં આવેલા સાંસદ પુનમબેન માડમને ખંભાળિયાના વેપારી આગેવાનો દ્વારા રજુઆતો કરવામાં આવેલી તેમણે રેલ્વે તંત્રને રજુઆત કરતા ખંભાળિયામાં અશોકમીલ જડેશ્વર પાસેના ફાટકની નીચે રેલ્વે તંત્ર દ્વારા અંડરબ્રીજ બનાવવાનું શરૂ થતા જનતાએ રાહતનો શ્વાસ લીધો છ.ે

લાખોના ખર્ચે આ અંડરબ્રીજ થશે જે રેલ્વે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ બ્રીજ થતા હાલ ટ્રેઇન આવે ત્યારે તમામ ફાટક બંધ રહેતા લોકો તથા દર્દીઓને પરેશાની થાય છે તે નહિ થાય.(૬.

ખંભાળિયામાં અશોકમીલ પાસે અંડરબ્રિજનું કામ ચાલતુ હોય ત્યાંથી ફાટક રોડ પર જતો રસ્તો આ ફાટક બંધ થતા બંધ થયેલ છે.

ચાર માસ સુધી આ કામ પાળનાર હોય ત્યાં સુધી ફાટક બંધ રહેશે.

સાંસદ પુનમબેન માડમે અલગ પ્લેટફોર્મ ડબલ ટ્રેક સુવિધા એફ.ચો.બી. પછી વધુ એક સુવિધા આપવા પ્રયત્ન કર્યો છે જો કે ધારાસભ્ય વિક્રમભાઇ માડમે પણ રેલ્વે તંત્રને આ અંગે વારંવાર રજુઆત કરી હતી.

(1:25 pm IST)