Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમરેલીમાં ચોમાસાની તૈયારીના ભાગરૂપે કલેકટરની બેઠક યોજાઇ

અમરેલી, તા.૨૯: કલેકટર કચેરી અમરેલી ખાતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષપદે આગામી ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત ભારે વરસાદ, પુર જેવી કુદરતી આફતોના પૂર્વ આયોજનના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટેની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લાની તમામ કચેરીઓના વડાઓને ચોમાસા દરમિયાન ધ્યાન રાખવા જેવી બાબતોની સવિસ્તાર ચર્ચા કરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડયું હતું. રિલીફ અને રેસ્કયુના સાધનોની ચકાસણી કરવી, સ્થળાંતરના કિસ્સામાં યોગ્ય પ્લાન તૈયાર કરવા, પૂરની પરિસ્થિતિમાં સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે સંકલનમાં રહીને યોગ્ય કાર્યવાહી કરવા તેમજ આવી પરિસ્થિતિમાં આવશ્યક દવાઓનો અને અનાજનો જથ્થો પૂરતો મળી રહે તે માટે આયોજનબદ્ઘ કાર્ય કરવા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.

આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર શ્રી એ.બી.પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ડોબરિયા, અમરેલી પ્રાંત અધિકારીશ્રી સતાણી, રાજુલા પ્રાંત અધિકારીશ્રી ડાભી, ધારી પ્રાંત અધિકારીશ્રી ઓઝા, સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રી ગોહિલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી ટોપરાણી, PGVCLના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયરશ્રી ભટ્ટ, ડેપ્યુટી ડીડીઓશ્રી રોર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, નાયબ માહિતી નિયામકશ્રી બી.એસ.બસિયા, તાલુકાઓના મામલતદારશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(1:24 pm IST)