Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ટાટા કેમીકલ્સે ગુજરાતમાં હાઇ પર્ફોમન્સ સિમેન્ટ પ્રસ્તુત કરી ટાટા શુધ્ધ પ૩ ગ્રેડ ઓ.પી.સી.

જામનગર, તા., ૨૯: બેઝિક કેમિસ્ટ્રી ઉત્પાદનો (સોડા એશ, સોડિયમ બાયોકાર્બોનેટ)ની આંતરરાષ્ટ્રીય સ્તરની ઉત્પાદક અને કન્ઝયુમર અને સ્પેશિયાલ્ટી કેમિકલ્સમાં ભારતમાં લીડર ટાટા કેમિકલ્સ લિમિટેડ (TCL)એ આજે હાઈ પર્ફોર્મન્સ ઓ.પી.સી. ૫૩ ગ્રેડ – ટાટા શુદ્ઘ સિમેન્ટ ગુજરાતમાં લોંચ કરી હતી. ટાટા શુદ્ઘ ઓપીસી ૫૩ ગ્રેડ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સએ નક્કી કરેલા ગુણવતાનાં નિયત ધારાધોરણોથી વધારે શ્રેષ્ઠતા અને ગુણધર્મો ધરાવે છે. એનું ઉત્પાદન મીઠાપુરમાં અત્યાધુનિક પ્લાન્ટમાં થાય છે. આ સિમેન્ટ અમદાવાદ, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢમાં ગુજરાતનાં સુસ્થાપિત વિતરણ નેટવર્ક દ્વારા ઉપલબ્ધ થશે.

નવી લોંચ થયેલી ઓ.પી.સી. 53 ગ્રેડની સિમેન્ટ એકસરખી ગુણવત્ત્।ા ધરાવે છે અને ગુજરાતનાં વાતાવરણ માટે સૌથી વધુ અનુકૂળ છે. તેમાં સિમેન્ટનું કણોનુંએકસમાન વિતરણ અને તેનો પાણી અને સિમેન્ટનો ઉચિત રેશિયો એની મજબૂતી વધારે છે, જેનાથી કોન્ક્રીટનું માળખું નક્કર અને વધારે ટકાઉ બને છે. આ હાઇ-ગ્રેડ સિમેન્ટ નિર્માણ કામગીરીમાં સમય અને ખર્ચ બચાવે છે, જેનાં પરિણામે નોંધપાત્ર બચત થાય છે.

આ લોંચ પર ટાટા કેમિકલ્સ લિમિટેડનાં કેમિકલ બિઝનેસનાં ચીફ ઓપેરટિંગ ઓફિસર શ્રી શોહાબ રઇસે જણાવ્યું હતું કે, “ટાટા કેમિકલ્સનાં સિમેન્ટ વ્યવસાયનાં પાયામાં મીઠાપુરમાં પર્યાવરણને જાળવવાની અનુકૂળ ક્ષમતા અને એનું સંરક્ષણ કરવાની કામગીરીમાં રહેલો છે. સિમેન્ટનું ઉત્પાદન અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતાં આધુનિક પ્લાન્ટમાં થાય છે, જેમાં એકસ-રે એનાલાઇઝર સાથે ઉત્પાદનની પ્રક્રિયાનાં દરેક તબક્કામાં ગુણવત્ત્।ાનું નિયંત્રણ સામેલ છે. આ ઉત્પાદન પ્રક્રિયામાં સાતત્યપૂર્ણ ઉચ્ચ ગુણવત્ત્।ા સુનિશ્યિત કરે છે અને ટાટા શુધ્ધ સિમેન્ટને ગુજરાતનાં સિમેન્ટ બજારમાં દ્યણાની મનપસંદ બ્રાન્ડ બનાવે છે. નવી ઓ. પી. સી. 53 ગ્રેડ એક દિવસની શ્રેષ્ઠ ક્ષમતાનો લાભ ધરાવે છે તથા રહેણાક બિલ્ડિંગ્સ, મોલ અને અન્ય માળખાગત કાર્યો જેવા તમામ માળખાગત કાર્યો માટે આદર્શ છે.”

મીઠાપુરમાં ટાટા કેમિકલ્સનાં સિમેન્ટ ઉત્પાદક યુનિટ એનાં મુખ્ય સોડા એશ પ્લાન્ટ, મીઠાપુરની લગોલગ છે. એની સ્થાપના વર્ષ 1993માં થઈ હતી, જેમાં આધુનિક ડ્રાય પ્રોસેસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટેકનોલોજીમાં કંપનીનાં સોડા એશ યુનિટ માટે ખરીદવામાં આવેલા લાઇમસ્ટોનનો જ ઉપયોગ થાય છે, જે સિમેન્ટનાં પ્લાન્ટ માટે જરૂરી 70-75 ટકા શુદ્ઘતા ધરાવતાં લાઇમસ્ટોનને  બદલે 93-98 ટકા શુદ્ઘતા ધરાવતાં લાઇમસ્ટોનનો ઉપયોગ સુનિશ્યિત કરે છે. ઉપરાંત જિપ્સમ પણ અતિ ઉચ્ચ-ગ્રેડનો વપરાય છે.

વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયનાં આર્થિક સલાહકારની અધિકૃત સાઇટ પરથી પ્રાપ્ત કરવામાં આવેલા ઉત્પાદનનાં આંકડા મુજબ, સિમેન્ટ ઉદ્યોગે વર્ષ 2014-15 (એપ્રિલથી નવેમ્બર)થી વર્ષ 2018-19 સુધી વર્ષે 5 ટકાથી વધુ સીએજીઆર પર વૃધ્ધિ કરી છે. સિમેન્ટનાં ઉત્પાદનમાં ચીન પછી દુનિયામાં ભારત બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. સિમેન્ટ મેનુફેકચરર્સ એસોસિએશન (CMA) ઇન્ડિયાનાં જણાવ્યા મુજબ, ભારતની સિમેન્ટ ઉત્પાદનની ક્ષમતા અંદાજે 500 મિલિયન ટન છે. ઇન્ડિયા બ્રાન્ડ ઇકિવટી ફાઉન્ડેશન (IBEF) મુજબ, હાઉસિંગ, વાણિજિયક નિર્માણ અને ઔદ્યોગિક નિર્માણ જેવા વિવિધ ક્ષેત્રોમાં માગમાં વધારો થવાને કારણે વર્ષ 2025 સુધીમાં સિમેન્ટ ઉદ્યોગની ક્ષમતા વર્ષે 550-600 મિલિયન ટન (MTPA) થઈ જશે એવી ધારણા છે.

ટાટા કેમિકલ્સ લિમિટેડ વિશે:ટાટા કેમિકલ્સ લિમિટેડ બેઝિક કેમિસ્ટ્રી પ્રોડકટ્સ, કન્ઝયુમર અને સ્પેશિયાલ્ટી પ્રોડકટ્સનાં વ્યવસાયોમાં રસ ધરાવતી આંતરરાષ્ટ્રીય કંપની છે. કંપની વ્યવસાયોથી પર અન્ય લક્ષ્યાંકો હાંસલ કરવા વિજ્ઞાન અને ટેકનોલોજીનો લાભ મેળવે છે.પોતાનાં કન્ઝયુમર પ્રોડકટ્સ પોર્ટફોલિયો મારફતે કંપની લાખો ભારતીયોનાં જીવન પર સકારાત્મક અસર ધરાવે છે. ટાટા કેમિકલ્સ ભારતની બ્રાન્ડેડ આયોડાઇઝ સોલ્ટ સેગમેન્ટમાં પથપ્રદર્શક અને માર્કેટ લીડર છે. મીઠાથી અન્ય આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ સુધી ટીસીએલએ ભારતની રાષ્ટ્રીય સ્તરની પ્રથમ ખાદ્યાન્નની બ્રાન્ડ લોંચ કરી હતી તથા ત્યારબાદ મરીમસાલા અને ન્યૂટ્રિમિકસીસની રેન્જ પ્રસ્તુત કરી હતી. ટાટા કેમિકલ્સને સુપરબ્રાન્ડ્સ™દ્વારા ભારતમાં તમામ ઉદ્યોગ અને કન્ઝયુમર બ્રાન્ડ કેટેગરીઓમાં બિઝનેસ અને કન્ઝયુમર બ્રાન્ડમાં ટોચની 10 બ્રાન્ડમાંની એક બ્રાન્ડ તરીકે રેટિંગ ધરાવે છે. કંપનીની બેઝિક કેમિસ્ટ્રી પ્રોડકટ્સની રેન્જ ગ્લાસ, ડિટરજન્ટ અને અન્ય ઔદ્યોગિક ઉત્પાદનોના દુનિયાના સૌથી મોટાં ઉત્પાદકોમાંનાં કેટલાંક ઉત્પાદકો માટે મુખ્ય દ્યટકો પ્રદાન કરે છે. અત્યારે ટાટા કેમિકલ્સ સોડા એશમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી ઉત્પાદક છે, જે એશિયા, યુરોપ, આફ્રિકા અને ઉત્ત્।ર અમેરિકામાં ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે. પોતાની પેટાકંપની રેલીઝ મારફતે કંપનીનાં ફાર્મિંગ એશિન્સિયલ્સ પોર્ટફોલિયો સાથે પાક સંરક્ષણ વ્યવસાયમાં મજબૂત સ્થિતિ ધરાવે છે. ટાટા કેમિકલ્સ ઇનોવેશન સેન્ટર ફૂડ સાયન્સિસ, નેનોટેકનોલોજી અને બાયોટેકનોલોજીનાં વિકાસશીલ ક્ષેત્રોમાં વૈશ્વિક કક્ષાની સંશોધન અને વિકાસ ક્ષમતાઓ ધરાવે છે.

(1:24 pm IST)