Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૂર્ય પ્રકોપઃ મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી

બપોરના સમયે અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ જનજીવન અસ્તવ્યસ્ત

રાજકોટ તા. ર૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી સુર્યનારાયણે આકરૃં સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.આવા સંજોગોમાં આગામી બે દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જો કે સતત બીજા દિવસે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રનું સળગતું શહેર બન્યું હતું સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાના આખરી તબકકામાં કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત થઇ ગયું છે હજુ પણ આકરા તાપના એંધાણ વર્તાઇ રહ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને શહેરોમાં તાપમાનનો પારો ૪પ ડિગ્રી સુધી પહોંચવાની શકયતા વચ્ચે બે દિવસ તંત્રએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. અને ગરમીથી બચવા લોકોને સાવચેત કર્યા છે. રાજકોટ શહેરમાં સોમવારની સરખામાણીએ ગરમીમાં આંશીક ઘટાડો થયો હતો. જો કે સવાર અને સાંજે ઠંડા પવન ફુંકાઇ રહ્યો છે. પરંતુ બપોરના સમયે લૂંના રીતસરના આક્રમણથી શહેરીજનો પરસેવે નીતરી ગયા હતા. હજુ બે દિવસ ગરમી વધવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.

જુનાગઢ

જુનાગઢ સહિત સોરઠમાં સુર્ય પ્રકોપ યથાવત રહેતા જુનાગઢને ભારે અસર થઇ છે.

જુનાગઢ ખાતે મંગળવારે તાપમાનનો પારો ઉપર ચડીને ૪૧.પ ડિગ્રી સ્થિત થયો હતો જેના પરિણામે દિવસભર ગરમી થયા બાદ રાત્રે પણ ઉકળાટ અને બફારો રહ્યો હતો.

આજે સવારે ર૯ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઇ ગઇ હોય આજે પણ મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી આસપાસ રહેશે.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહ્યું હતું. અને પવનની પ્રતિ કલાક ઝડપ ૮.૧ કી.મી.ની રહી હતી.

જામનગર

જામનગરઃ શહેરનું આજનું હવામાન ૩૮.૦ મહત્તમ ર૭.૦ લઘુતમ ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.(૬.૧૧)

કયાં કેટલું તાપમાન

શહેર

તાપમાન

સુરેન્દ્રનગર

૪૩.૯

ભુજ

૪૩.૧

કંડલા

૪૩.૮

જુનાગઢ

૪૧

ભાવનગર

૩૯.પ

દ્વારકા

૩૩

ઓખા

૩ર.૭

પોરબંદર

૩૪.૬

વેરાવળ

૩ર.૮

દીવ

૩૪.૬

(1:22 pm IST)